Gondal News : ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીષા પટેલને ધમકી આપવામાં આવતા આ મામલો હવે ગરમાયો છે. જિગીષા પટેલે આ સમગ્ર મામલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. ગોંડલમાં હજુ પણ ગુંડારાજ છે., એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. જેને નાબૂદ કરવું જોઈએ. થોડા દિવસ અગાઉ પાટીદાર અગ્રણી રાજુ સખિયાને નનામો લેટર મળ્યો હતો.પત્રકાર પરિષદમાં જિગીષા પટેલે કહ્યું કે, રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ગેરકાયદે ધંધાઓ બંધ થાય એ માટે અમે જિલ્લા પોલીસને રજૂઆત કરી છે.
જિલ્લા પોલીસે ઘણીખરી બાબતો ધ્યાનમાં લીધી છે. એ મુદ્દે અમે જિલ્લા પોલીસને તાકીદ કરીએ છીએ. કે ગેરકાયદે ડીઝલના ધંધા સહિતના કામો હજુ પણ ચાલુ છે. ગોંડલમાં પાટીદાર સમાજની દીકરી (જિગીષા પટેલ) ને ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાની વાતો કરવામાં આવી છે. આવી વાતો જે ગુંડાતત્વો કામ કરે છે અને લુખ્ખા તત્વો સામે અમારી લડાઈ ચાલુ જ છે. આવા તત્વો સામે અમારી કાર્યવાહી ચાલુ જ રહેશે. રાજુભાઈ સખીયાના ત્યાં લેખિતમાં ધમકી આવી છે,એમ જિગીશા પટેલે કહ્યું હતું.
આ મામલે અમે પોલીસ સુરક્ષા પણ માંગી છે જે જરૂરી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે.પાટીદાર મહિલા આગેવાને વધુમાં કહ્યું કે, ફરિયાદ માટે રાજુભાઈ સખીયા અરજી કરશે અથવા તો અમદાવાદથી હું પોતે ફરિયાદ કરૂ.આગામી દિવસોમાં આ બાબતે અમે કાયદાકીય લડાઈ લડવાના છીએ. આ નનામો જે લેટર આવેલ છે તે બાબતે હું લખનારને પણ કહું છું કે જો તમે એવા શૂરવીર હોવ તો કે તમે એક દીકરીનો ચોટલો પકડી બધા સમાજની વચ્ચે સ્ટેજ પર લાવી શકવાની તેવડ હોય તમારામાં તો તમારૂ એમાં નામ, એડ્રેસ, ફોન નંબર એમાં ટાંકવાની પેલી રખાય.
થોડા સમય પહેલા જિગીશા પટેલ અને બન્ની પટેલની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ યુટ્યુબર બન્ની ગજેરાને નરેશ પટેલને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવાની સલાહ આપતા આ કથિત ક્લિપમાં સંભળાય છે. ક્લિપમાં એક સીડીની ચર્ચા પણ થઈ રહી છે, જે નરેશ પટેલને મોકલવાની વાત કરાઈ હતી.
આ પણ વાંચો: Mahesana News/મહેસાણાની ફેબહિંદ કંપનીમાં દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત
આ પણ વાંચો: Anand News/ખંભાતના સોખડા GIDCમાં ગમખ્વાર દુર્ઘટના, કેમિકલ ટાંકો સાફ કરતાં 2 શ્રમિકોના મોત
આ પણ વાંચો: ગુજરાત/ભરૂચના અંકલેશ્વરમાં GIDCમાં દુર્ઘટના , કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4ના મોત થયા
