T20 World Cup/ જિમી નીશમનાં ટ્વીટે લોકોને કર્યા Confuse, સોશિયલ મીડિયામાં લખ્યું ‘335’

નીશમે ટ્વિટર પર લખ્યું કે, ICC T20 વર્લ્ડકપ-2022 માટે કેટલા દિવસો બાકી છે. T20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. હવે આમાં 335 દિવસ બાકી છે અને નીશમે ટ્વિટર પર આજ લખ્યું છે.

Sports
જિમી નિશમ

જિમી નીશમ ન્યૂઝીલેન્ડની ટીમનો ભાગ હતો જેણે રવિવારે T20 વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું હતું. નીશમ તે મેચમાં 13 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે 7 બોલમાં 1 સિક્સ ફટકારી અને ટિમ સેફર્ટ સાથે 5મી વિકેટ માટે અણનમ 24 રનની ભાગીદારી પણ કરી હતી. જોકે, બોલિંગમાં તેણે 1 ઓવર નાંખી જેમાં તેણે 15 રન આપ્યા હતા. આ હાર બાદ તેણે ટ્વિટર પર માત્ર ‘335’ લખ્યું. જેને લઇને હવે લોકો વિચારમાં પડી ગયા છે કે આ શું કહેવા માંગે છે.

આ પણ વાંચો –  T20 World Cup / વોર્નરને મળ્યો ‘Player of the Tournament’નો એવોર્ડ, તો રોવા લાગ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર

ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડકપ 2021ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. કાંગારૂઓની આ જીત સાથે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડનું ફરી એકવાર દિલ તૂટી ગયું હતું. આ શાનદાર મેચ પહેલા જિમી નીશમ ખૂબ ચર્ચામાં હતો પરંતુ હવે કિવી ટીમની હાર બાદ તે ફરી સોશિયલ મીડિયા પર છવાયેલો છે. રવિવારે 14 નવેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. તેના માટે કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 10 ફોર અને 3 સિક્સરની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મિચેલ માર્શે 50 બોલમાં 6 ચોક્કા અને 4 છક્કાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી અને અણનમ પરત ફર્યો હતો. ડેવિડ વોર્નરે 38 બોલમાં 4 ચોક્કા અને 3 છક્કાની મદદથી 55 રન બનાવ્યા હતા. 2015 પછી ICC ઇવેન્ટની ફાઈનલમાં આ તેમની ત્રીજી હાર છે. જો કે એવું લાગી રહ્યું છે કે કિવી ટીમનો ઓલરાઉન્ડર જિમી નીશમ આ હારને ભૂલીને આગામી T20 વર્લ્ડકપની રાહ જોઈ રહ્યો છે. હા, તેમનું એક ટ્વિટ આ દિશામાં ઈશારો કરી રહ્યું છે. નીશમે તેના છેલ્લા બે વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે એ ટીમનો ભાગ છે જે હવે સતત બે વખત ICC ટ્રોફી વિના પરત ફરી છે. નીશમે T20 વર્લ્ડકપ-2021માં કુલ 3 વિકેટ લીધી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહેતા નીશમે ટ્વિટર પર લખ્યું કે, ICC T20 વર્લ્ડકપ-2022 માટે કેટલા દિવસો બાકી છે. T20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે. હવે આમાં 335 દિવસ બાકી છે અને નીશમે ટ્વિટર પર આજ લખ્યું છે.

આ પણ વાંચો – T20 World Cup / ઓસ્ટ્રેલિયાની જીત પર અમિત મિશ્રાથી થઇ ભૂલ, પાઠવ્યા આ ટીમને અભિનંદન, થઇ રહ્યો છે Troll

ટ્વિટર પર પોતાના ફની ટ્વીટથી ચાહકોનું મનોરંજન કરનાર નીશમે ન્યૂઝીલેન્ડની હાર બાદ કશું બોલ્યા વગર ઘણું બધું કહી દીધું. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, “335 દિવસ.” મતલબ કે તેઓ 335 દિવસ પછી યોજાનાર આગામી વર્લ્ડકપની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નીશમ અત્યાર સુધીમાં 12 ટેસ્ટ, 66 ODI અને 36 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 2 સદી અને 4 અડધી સદીની મદદથી 709 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં 6 અર્ધશતકની મદદથી 1320 રન અને T20 ઈન્ટરનેશનલમાં 6 અર્ધશતકની મદદથી 410 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ટેસ્ટમાં 14, વનડેમાં 68 અને T20 ઈન્ટરનેશનલમાં 21 વિકેટ પણ લીધી છે.