Not Set/ Jio નાં ગ્રાહકો 34 કરોડથી પણ વધારે, જાણો આ વિશે શું કહે છે મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42 મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું છે કે, રિલાયન્સ જિઓનાં ગ્રાહકો 34 કરોડથી પણ વધારે પહોંચી ગયા છે. આ સાથે જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. આ સિવાય તે વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેમણે કહ્યું કે દર મહિને 1 કરોડ નવા ગ્રાહકોને જિઓમાં ઉમેરવામાં આવી […]

Business
mukesh kaka Jio નાં ગ્રાહકો 34 કરોડથી પણ વધારે, જાણો આ વિશે શું કહે છે મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 42 મી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કહ્યું છે કે, રિલાયન્સ જિઓનાં ગ્રાહકો 34 કરોડથી પણ વધારે પહોંચી ગયા છે. આ સાથે જિઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. આ સિવાય તે વિશ્વની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. તેમણે કહ્યું કે દર મહિને 1 કરોડ નવા ગ્રાહકોને જિઓમાં ઉમેરવામાં આવી રહ્યા છે. આ સિવાય જિઓમાં રોકાણનો તબક્કો લગભગ પૂર્ણ થઈ ગયો છે. Jio ની ક્ષમતા વધારવા માટે સાધારણ રકમની જરૂર છે. ડિજિટલ ઇન્ફ્રા પર 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સર્વોચ્ચ નફો મેળવનારી કંપની બની છે. ઓઇલ અને કેમિકલ, રિટેલ અને જિઓ ગ્રોથનાં 3 એન્જિન છે. Jio અને રિટેલ તેમના સેગમેન્ટમાં ટોપ 10 માં છે. નાણાકીય વર્ષ 19 માં કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી નિકાસકાર કંપની છે. સાથે કંપની દેશમાં સૌથી વધુ જીએસટી જમા કરનારી કંપની પણ છે.

આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે, પેટ્રો રિટેલ બિઝનેસમાં BP 49 ટકા હિસ્સો લઈ રહ્યો છે. BP આ 7 હજાર કરોડમાં ખરીદશે. 2030 સુધીમાં ભારત 10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે. સાઉદી અરામકો તેલ અને રાસાયણિક વ્યવસાયમાં હિસ્સો ખરીદશે. સાઉદી અરામકો આરઆઈએલ ઈવી પર 75 અબજ ડોલરનું રોકાણ કરશે. સાઉદી અરામકો રિલાયન્સમાં 20 ટકા હિસ્સો ખરીદશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.