Not Set/ JNUનાં વિદ્યાર્થીઓનો સરકારને પડકાર- જ્યાં સુધી ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે, ત્યાં સુધી વારંવાર સંસદને ઘેરીશું, આંદોલન ચાલુ રહેશે

JNU ફી વધારાનો વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે અને આજે તો JNUનાં વિદ્યાર્થીઓ દ્વારા સરકારને પડકાર પણ ફેકવામાં આવ્યો તે કે, વારંવાર સંસદને ઘેરીશું, જ્યાં સુધી ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સરકારને આ પડકાર JNUનાં વિદ્યાર્થીઓ દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ […]

Top Stories India
jnu1 JNUનાં વિદ્યાર્થીઓનો સરકારને પડકાર- જ્યાં સુધી ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે, ત્યાં સુધી વારંવાર સંસદને ઘેરીશું, આંદોલન ચાલુ રહેશે

JNU ફી વધારાનો વિવાદ દિવસેને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે અને આજે તો JNUનાં વિદ્યાર્થીઓ દ્વારા સરકારને પડકાર પણ ફેકવામાં આવ્યો તે કે, વારંવાર સંસદને ઘેરીશું, જ્યાં સુધી ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

સરકારને આ પડકાર JNUનાં વિદ્યાર્થીઓ દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સરકારને ચેલેન્જ આપવામાં આવે છે અને અમે ઝૂકવાનાં નથી. આપને જણાવી દઇએ કે પાછલા દિવસોથી JNUમાં હોસ્ટેલની ફી અને નિયમોમાં થયેલા ફેરફારના મુદ્દે વિદ્યાર્થીઓ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનવર્સિટીમાં ફી વધારવાના મુદ્દે વિદ્યાર્થીઓએ શરૂ કરેલો વિરોધ હજુ અટક્યો નથી. હાલમાં જેએનયુ વિદ્યાર્થી એસોસિયેશને પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને સીધો પડકાર આપ્યો હતો કે, તેઓએ કહ્યું હતુ કે તે ઝુકવાના નથી. વિદ્યાર્થીઓ જાહેરાત કરી છે કે, જ્યાં સુધી સરકાર તરફથી વધારવામાં આવેલી હોસ્ટેલ ફી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. JNUSUના અધ્યક્ષ આઈશી ઘોષે જાહેરાત કરી છે કે, વારંવાર સંસદ ઘેરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે.

ચાલુ રહેશે વિદ્યાર્થીઓનું આંદોલન

હોસ્ટેલની ફી વધારાના મુદ્દે જેએનયુ વિદ્યાર્થીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિદ્યાર્થીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમે 23 દિવસથી માંગણી કરી રહ્યા છીયે પરંતુ કોઈ અમારી વાત સાંભળતુ નથી. દિલ્હી પોલીસ દ્વારા જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો તે ક્રૂરતા છે. તેના કારણે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ છે અને તેથી તેઓ પ્રેસ કોન્ફરન્સનો હિસ્સો બની શક્યા નથી. પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, દિલ્હી પોલીસના પુરુષ જવાનો દ્વારા વિદ્યાર્થીઓને પકડવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે.

23 દિવસોથી કોઈ અમારી વાત સાંભળતુ નથી

વિદ્યાર્થીઓએ કહ્યું કે, છેલ્લા 23 દિવસોથી કોઈ અમારી વાત સાંભળતુ નથી. તેથી અમે સંસદ સત્રના ચાલું દિવસને પસંદ કર્યો છે. જેથી અમે અમારો અવાજ પહોંચાડી શકીયે. પ્રેસ કોન્ફરન્સમાં જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષે આરોપ લગાવ્યો છે કે, જે બસ તેમને પકડીને લઈ ગઈ તે પણ તેમને સીધી પોલીસ સ્ટેશન નહોતી લઈ ગઈ પરંતુ બસમાં ફેરવતા રહ્યા હતા.

વીસી અમારી સાથે વાત કરવા તૈયાર નથી

તેમણે આરોપ લગાવ્યો છે કે, મંત્રાલય તરફથી જે કમિટી બનાવવામાં આવી છે, તેમણે વિદ્યાર્થીઓને મળવાનો ઈનકાર કરી દીધો છે. આઈશી ઘોષે કહ્યું કે, જ્યારે વીસી અમારી સાથે વાત કરવા તૈયાર નથી. તો અમે અમારુ પ્રદર્શન કેમ રોકીયે. વિદ્યાર્થીઓના મત પ્રમાણે વાઈસ ચાન્સેલરે રાજીનામું આપી દેવુ જોઈએ. અમે પોલીસથી ડરવાના નથી અને અમારું પ્રદર્શન ચાલુ રાખીશું.

વિદ્યાર્થીઓ વધુ ભડક્યા

નોંધનીય છે કે, સોમવારે એક બાજુ સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઈ હતી અને બીજી બાજુ બહાર રસ્તાઓ પર જેએનયુના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસની વિદ્યાર્થીઓ સાથે અથડામણ થઈ હતી અને તેમાં ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હવે આ કેસમાં દિલ્હી પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તો બીજી તરફ સરકાર એટલે કે JNU પ્રસાશન દ્રારા આંશીક ફી વધારો પાછો ખેંચવામાં આવતા, વિદ્યાર્થીઓ વધુ ભડક્યા છે અને પૂર્વ રીતે ફી વધારો પરત ખેચવાની માંગ સાથે આંદોલન વધુ આક્રમક રીતે કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.