Not Set/ પ. બંગાળમાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોનાં આત્માની શાંતિ માટે જેપી નડ્ડાએ કર્યું “તર્પણ”

શનિવારે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખે પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય હિંસામાં પોતાનો જીવ ગુમાવનારા 80 ભાજપ કાર્યકરોની આત્માની શાંતિ માટે તર્પણ કર્યુ હતું.   કોલકાતા પહોંચેલા નડ્ડાની સાથે મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા, પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, મુકુલ રાય અને અન્ય નેતાઓ પણ હતા. ‘તર્પણ’ એ શ્રાધ્ધમાં પૂર્વજો માટે કરવામાં આવતી એક વિધિ […]

Top Stories India
J p nadda પ. બંગાળમાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોનાં આત્માની શાંતિ માટે જેપી નડ્ડાએ કર્યું "તર્પણ"

શનિવારે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખે પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય હિંસામાં પોતાનો જીવ ગુમાવનારા 80 ભાજપ કાર્યકરોની આત્માની શાંતિ માટે તર્પણ કર્યુ હતું.   કોલકાતા પહોંચેલા નડ્ડાની સાથે મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયા, પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, મુકુલ રાય અને અન્ય નેતાઓ પણ હતા.

‘તર્પણ’ એ શ્રાધ્ધમાં પૂર્વજો માટે કરવામાં આવતી એક વિધિ છે. જેમાં પૂર્વજો અથવા સગા-સંબંધીઓને આત્માની શાંતિ માટે પાણી ચઢાવવામાં આવે છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ પ. બંગાળમાં પોતાનો પ[રવેશ કર્યોછે. અને તેમાં  હિંસા માં ભાજપના ઘણા કાર્યકર્તાઓ માર્યા ગયાં હતા. તેમના આત્માની શાંતિ માટે આ તર્પણ વિધિ કરવામાં આવી છે.

ભાજપના પ્રદેશ મહામંત્રી સયંતન બાસુએ જણાવ્યું હતું કે બાગબાજાર ઘાટ ખાતે ભાજપના કાર્યકરો માટે ‘મહાલય’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, આ દરમિયાન ભાજપના દિવંગત કાર્યકરોના પરિવારના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપએ, શાસક તૃણમૂલ કોંગ્રેસના વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપે રાજ્યની 42 લોકસભા બેઠકોમાંથી 18 બેઠક પર  જીત મેળવી હતી, જે તૃણમૂલ કોંગ્રેસ કરતાં માત્ર  માત્ર ચાર બેઠકો જ ઓછી છે.

આ પણ વાંચો : દુનિયાનાં માત્ર 8 દેશોમાં ભાજપનાં કાર્યકરો કરતા વધુ વસ્તી : જે.પી. નડ્ડા

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.