Not Set/ જુનાગઢ : માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ

જુનાગઢનાં માંગરોળની સિવિલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર દ્વારા દર્દીનાં સગા સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તનનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળવા મળે છે કે હોસ્પિટલમાં સિવાય એક કમ્પાઉન્ડર કોઇ ડૉક્ટર કે નર્સ હાજર નહોતા. ભારે માથાકુટ કર્યા બાદ નર્સ અને ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા, અને દર્દીને સારવાર આપાઇ હતી. જો કે હવે આ […]

Top Stories Gujarat Others
junagarh hospiiital જુનાગઢ : માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ

જુનાગઢનાં માંગરોળની સિવિલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર દ્વારા દર્દીનાં સગા સાથે ઉધ્ધતાઇભર્યુ વર્તનનો વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળવા મળે છે કે હોસ્પિટલમાં સિવાય એક કમ્પાઉન્ડર કોઇ ડૉક્ટર કે નર્સ હાજર નહોતા. ભારે માથાકુટ કર્યા બાદ નર્સ અને ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા, અને દર્દીને સારવાર આપાઇ હતી. જો કે હવે આ મામલો પ્રકાશમાં આવતા આરોગ્ય અધિકારીએ તપાસનાં આદેશ આપ્યા હતા.

શું કહ્યુ આરોગ્ય વિભાગનાં અધિકારીએ

જુનાગઢનાં માંગરોળની સિવિલ હોસ્પિટલનો વિવાદ વકરતા આરોગ્ય વિભાગનાં અધિકારીએ તપાસનાં આદેશ આપ્યા છે. જુનાગઢનાં આરોગ્ય વિભાગનાં અધિકારી સી.એ.મહેતાનું કહેવુ છે કે, વીડિયો જે અમારી પાસે આવેલ છે તેની અમે સરકારનાં નિયમોનુસાર તપાસ કરાવીશું, હોસ્પિટલનાં તમામ ડૉક્ટર અને સ્ટાફને સીએચસી ઉપર સરકારશ્રીનાં નિયમોનુસાર જેમને ફરજ બજાવવાની છે તે અત્રેથી કડક સુચનાઓ આપવામાં આવી છે. જ્યારે મંતવ્ય ન્યૂઝનાં રિપોર્ટર દ્વારા તેમને પુછવામાં આવ્યુ કે શું કોઇ કાર્યવાહી કરવામાં આવશે તો તેના જવાબમાં આરોગ્ય અધિકારીએ કહ્યુ કે, જે સરકારશ્રીનાં નિયમોનુસાર થશે તે અમે કરીશુ.

junagadh hospital જુનાગઢ : માંગરોળ સિવિલ હોસ્પિટલમાં વિવાદ બાદ આરોગ્ય વિભાગે આપ્યા તપાસનાં આદેશ

ઉલ્લેખનીય છે કે, જુનાગઢનાં માંગરોળની હોસ્પિટલમાં દર્દી સારવાર અર્થે આવ્યા હતા. જે સમયે દર્દી અને તેના સગા હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે હોસ્પિટલમાં માત્ર કમ્પાઉન્ડર જ હાજર હતો. જ્યારે કમ્પાઉન્ડરને દર્દીનાં સગા દ્વારા પુછવામા આવ્યુ કે ડૉક્ટર ક્યા છે ત્યારે તેણે ઉદ્દત્તાઇભર્યુ વર્તન કર્યુ હતુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.