વિરોધ/ જૂનાગઢ મનપાની કાર્યવાહી, ફાયર એન.ઓ.સી.ના મુદ્દે મિલકતો સીલ

જૂનાગઢના એમ.જી.રોડ ના વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે પરંતુ આ બંધને આજે મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે એમ.જી.રોડ ની ઘણી ખરી દુકાનો ખુલ્લી જોવા મળી છે

Gujarat Others
જૂનાગઢ

જૂનાગઢ મહાનગર પાલિકાએ બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી.ના મુદ્દે મિલકતો સીલ કરતા જૂનાગઢ શહેરમાં રોષ ફાટી નીકળ્યો છે. બુધવારે શહેરના એમ.જી.રોડ બંધનું એલાન આપી વેપારીઓએ મહાનગર પાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓની માંગ છે કે, ફાયર એન.ઓ.સી.ના ડોક્યુમેન્ટ આપી દીધા હોવા છતાં તંત્ર દ્વારા સીલીંગ ખોલવામાં ન આવતા વિરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે  જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેપારીઓની બેઠક પણ મળવાની છે.

જુનાગઢ શહેરમાં હોસ્પિટલો શાળા કોમ્પલેક્ષ દુકાનો સહિતની અનેક મિલકતો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવતા આજે જૂનાગઢના એમ.જી.રોડ ના વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે પરંતુ આ બંધને આજે મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે એમ.જી.રોડ ની ઘણી ખરી દુકાનો ખુલ્લી જોવા મળી છે વેપારીઓની માંગ છે કે ફાયર એન.ઓ.સી. ના ડોક્યુમેન્ટ આપી દીધા હોવા છતાં મનપા તંત્ર દ્વારા સીલીંગ ખોલવામાં ન આવતા વેપારીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

આજે બપોર બાદ મહાનગરપાલિકાના બી.યુ. સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી. મુદ્દે કામગીરીના વિરોધમાં જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વેપારીઓની બેઠક પણ મળવાની છે આ મુદ્દે નવાજૂની થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે, તો બીજી તરફ આ બંધના એલાનને જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ટેકો આપી જણાવ્યું કે જો આગામી દિવસોમાં મનપા દ્વારા નહીં ખોલવામાં આવે તો કાયદો હાથમાં લઇ અને સીલ તોડી નાખવામાં આવશે જ્યારે કોર્પોરેશન દ્વારા તમામ નાના વર્ગના લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ કર્યું હતું, જ્યારે મનપાના અધિકારીઓ દ્વારા બી યુ સર્ટીફિકેટ ના નામે મસમોટું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ વેપારીઓ પણ મનપા સામે વિરોધમાં ઉતર્યા છે અને આગામી દિવસોમાં જો શીલ નહીં ખોવાતો વેપારીઓ જુનાગઢ બંધનું એલાન આપશે તેવી જાહેરાત કરાઇ છે અને ઉગ્ર આંદોલનની ચીમકી પાઠવવામાં આવી છે.

આ પણ વાંચો :રાજકોટ જિલ્લામાં ભાજપમાં આંતરિક જુથવાદ ચરમસીમાએ, પુર્વ મંત્રી જયેશ રાદડિયા સામે આક્ષેપ

આ પણ વાંચો :AMC: ડો. ચિરાગ શાહ સામે મહિલાઓની ઉગ્ર રજૂઆત

આ પણ વાંચો :રાજકોટમાં 10 જેટલા શખ્સોએ પથ્થરમારો બુટલેગરની કરી હત્યા

આ પણ વાંચો :સિટી બસની હડફેટે આવી કોલેજીયન યુવતી, ઘટના CCTVમાં કેદ