Not Set/ ન્યાય અને ન્યાયપાલિકાના હિતને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યો છે આ અવાજ : જસ્ટીસ જોસેફ

આઝાદી બાદ દેશના ઈતિહાસમાં પહેલીવાર દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહીને લઇ મીડિયા સામે આવેલા ચાર વરિષ્ટ જજ માના એક ન્યાયાધીશ કુરિયન જોસેફે મૌન તોડતા જણાવ્યું કે, “તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી આશા છે. આ સમગ્ર મામલો ન્યાય અને ન્યાયપાલિકાના હિતને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યો છે એમ પણ તેઓએ ઉમેર્યું હતું”. કેરળમાં […]

Top Stories
kurian joseph letter ન્યાય અને ન્યાયપાલિકાના હિતને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યો છે આ અવાજ : જસ્ટીસ જોસેફ

આઝાદી બાદ દેશના ઈતિહાસમાં પહેલીવાર દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહીને લઇ મીડિયા સામે આવેલા ચાર વરિષ્ટ જજ માના એક ન્યાયાધીશ કુરિયન જોસેફે મૌન તોડતા જણાવ્યું કે, “તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી આશા છે. આ સમગ્ર મામલો ન્યાય અને ન્યાયપાલિકાના હિતને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યો છે એમ પણ તેઓએ ઉમેર્યું હતું”.

કેરળમાં પોતાના પૈતૃક ઘર પહોચેલા ન્યાયાધીશ કુરિયન જોસેફે જણાવ્યું કે, “અમે ન્યાય અને નગરપાલિકાના પક્ષમાં ઉભા છીએ. આ એક મુદ્દા અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે. આ મુદ્દા પર દયાન દોરવાથી નિશ્ચિત રીતે સમાધાન થઇ થઇ શકે છે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું, તેઓની સાથે અન્ય ચાર જજોએ ન્યાયપાલિકામાં લોકોનો ભરોસો જીતવા માટે આ કામ કર્યું છે.

મહત્વનું છે કે, શુકવાર સવારે દેશના ઈતિહાસમાં પહેલીવાર ન્યાયપાલિકામાં આ સાધારણ સ્તિથી જોવા મળી હતી ત્યાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં કેટલાક મહત્વના કેસોની ફાળવણી તેમજ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સામે અવાજ ઉઠાવતા ચાર જજો  ન્યાયાધિસ જસ્ટિસ જોસેફ, જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદન લોકુર અને રંજન ગોગોઈએ મીડિયાને સંબોધિત કર્યા હતા અને જણાવ્યું હતું કે, લોકતંત્રમાં ખતરો છે અને સુપ્રીમ કોર્ટમાં બધું જ બરાબર નથી.