Justin Trudeau/ G20 કોન્ફરન્સમાં બુક કરાવેલા VVIP રૂમમાં ન રોકાયા જસ્ટિન ટ્રુડો, જાણો સુરક્ષા એજન્સીઓએ શું કહ્યું

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પ્રતિકૂળ પગલાઓએ બંને દેશો વચ્ચેના સંબંધો પર નકારાત્મક તણાવ ઉત્પન્ન કર્યો છે.

India
Mantavyanews 46 1 G20 કોન્ફરન્સમાં બુક કરાવેલા VVIP રૂમમાં ન રોકાયા જસ્ટિન ટ્રુડો, જાણો સુરક્ષા એજન્સીઓએ શું કહ્યું

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પ્રતિકૂળ પગલાઓએ બંને દેશો વચ્ચેના સંબંધો પર નકારાત્મક તણાવ ઉત્પન્ન કર્યો છે. હવે G20 કોન્ફરન્સ દરમિયાન ટ્રુડો દ્વારા કરવામાં આવેલ વધુ એક આશ્ચર્યજનક કામ સામે આવ્યું છે.

કેનેડાના PM જસ્ટિન ટુડોની ભારત મુલાકાત ઘણી મુશ્કેલી ભરી સાબિત થઈ છે.તેમના વિરોધાભાસી નિવેદનો અને નીતિઓને કારણે તેઓ કેનેડામાં પણ ટીકાકારોના નિશાન બન્યા છે. બીજી તરફ, હવે એ વાત સામે આવી છે કે G20 કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા જસ્ટિન ટ્રુડોએ તેમના માટે બુક કરાયેલા પ્રેસિડેન્ટ સ્યૂટનો ઉપયોગ કર્યો ન હતો. ચાલો જાણીએ આ સમગ્ર મામલો.

હરદીપ નિજ્જર કેસમાં ભારતના કડક વલણ બાદ જસ્ટિન ટ્રુડો નરમ પડ્યા - મુંબઈ  સમાચાર

શું છે સમગ્ર મામલો?

G20 સમિટમાં ભાગ લેનાર તમામ દેશોના વડાઓ મતરે ભારત સરકારે VVIP પ્રેશઇડેન્શિયલ સ્યુટની વ્યવસ્થા કરી હતી જેમાં સુરક્ષા એજન્સીઓએ તમામ પ્રેસિડેન્શિયલ સ્યુટની સંપૂર્ણ સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતું. જોકે, હવે કોન્ફરન્સ પછી એ વાત સામે આવી છે કે જસ્ટિન ટ્રુડોએ તેમના માટે બુક સ્યુટનો ઉપયોગ કર્યો નથી. જ્યાં સુધી તેઓ દિલ્હીમાં રહ્યા ત્યાં સુધી તેઓ ‘ધ લલિત હોટેલ’ના એક સામાન્ય રૂમમાં રહ્યા.

Breaking News: કેનેડાના PM Justin Trudeau 18 વર્ષ બાદ પત્ની સોફીથી અલગ થશે,  ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી - Gujarati News | Breaking News canada pm  justin trudeau separation from wife sophie instagram

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પ્રતિનિધિમંડળ વતી ભારતની સુરક્ષા એજન્સીને કહેવામાં આવ્યું કે ટ્રુડોએ ખર્ચના કારણે આ પગલું ભર્યું છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે સામાન્ય રૂમમાં રહેવાનું આ કારણ હતું કે બીજું કંઈક, તેના વિશે સંપૂર્ણ માહિતી નથી.

 

જસ્ટિન ટ્રુડો જે વિમાન દ્વારા ભારતની મુલાકાતે આવ્યા હતા તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ કારણોસર ટ્રુડોએ કોન્ફરન્સ બાદ 2 દિવસ ભારતમાં રોકાવું પડ્યું હતું. આ પછી ટ્રુડો પાછા કેનેડા ગયા અને ભારત વિરોધી પગલાં અને નિવેદનો શરૂ કર્યા. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

આ પણ વાંચો :Nuclear Weapons/સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું, “જો ઈરાનને પરમાણુ બોમ્બ મળશે તો અમે પણ મેળવીશું

આ પણ વાંચો :Canada/કેનેડા, પાકિસ્તાનમાં વધી રહેલા ખાલિસ્તાન અને ISI લિંક પર મોટો ખુલાસો

આ પણ વાંચો :Canada/ભારત પર આંગળી ચિંધનાર ટ્રુડો પોતાના ઘરમાં જ ઘેરાયા, વિપક્ષે જ PM પર લગાવ્યો આ આરોપ