Not Set/ કચ્છ : શિક્ષકની સાચી વ્યાખ્યા આપતા ઉમેદભાઇ કે જેની વિદાયમાં ગામ આખાની આંખમાં આવ્યા આંસુડા

બાળકનું સાચું ઘડતર કરવામા શિક્ષકની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. શિક્ષક તરફથી મળતા જ્ઞાનથી બાળક પોતાનુ ભવિષ્ય સારુ બનાવી શકે છે. ઘણા એવા પણ શિક્ષણ હોય છે કે જે જ્ઞાન આપવાની સાથે બાળકને સાચી દિશા પ્રદાન કરતા હોય છે. તેવા જ એક શિક્ષક વિશે આજે અમે આપને જણાવીશુ. વાત અહી ધોરાજીનાં વતની અને કચ્છ જિલ્લાનાં […]

Top Stories Gujarat
kutch કચ્છ : શિક્ષકની સાચી વ્યાખ્યા આપતા ઉમેદભાઇ કે જેની વિદાયમાં ગામ આખાની આંખમાં આવ્યા આંસુડા

બાળકનું સાચું ઘડતર કરવામા શિક્ષકની ભૂમિકા ઘણી મહત્વની હોય છે. શિક્ષક તરફથી મળતા જ્ઞાનથી બાળક પોતાનુ ભવિષ્ય સારુ બનાવી શકે છે. ઘણા એવા પણ શિક્ષણ હોય છે કે જે જ્ઞાન આપવાની સાથે બાળકને સાચી દિશા પ્રદાન કરતા હોય છે. તેવા જ એક શિક્ષક વિશે આજે અમે આપને જણાવીશુ. વાત અહી ધોરાજીનાં વતની અને કચ્છ જિલ્લાનાં અબડાસા તાલુકાનાં નાનકડા એવા ભૌઆ પ્રાથમિક શાળાનાં શિક્ષક ઉમેદભાઇ વાળાની છે. જેઓ કચ્છમાં નોકરી કરવા આવ્યા હતા. તે સમયે તેમને પણ ખબર નહી હોય કે અહીના માયાળુ લોકો સાથે તેમને એક અનોખી જ આત્મીયતા થઇ જશે. આ માયાનું ઉદાહરણ શિક્ષક ઉમેદભાઇ વાળાની બદલી સમયે સ્પષ્ટ જોવા મળ્યુ હતુ.

આ શિક્ષકની બદલી થવા પર ગામનાં લોકો એટલા દુઃખી દેખાયા કે તેમની વિદાય સમયે ઘણુ રોકી રાખ્યા બાદ પણ તે પોતાના આંખમાં છુપાવેલા આસુડાને ન રોકી શક્યા. એક સાચા શિક્ષક તરીકે પોતાને સ્થાપિત કરવુ ઘણુ અગરુ રહે છે. પરંતુ અહી ઉમેદભાઇ વાળાએ તે કરી બતાવ્યુ. આ જ કારણ છે કે તેમની વિદાય સમયે કચ્છનાં નાના એવા ભૌઆ ગામનાં દરેકની આંખ ભીંજાઇ ગઇ હતી. તેમની નાના બાળકો પ્રત્યેની કર્મનિષ્ઠાનું, જીવ રેડી આપેલા શિક્ષણનું તો વળી ગામનાં હર એકનાં હૃદય સુધી એક સ્નેહનો ધબકાર બન્યાનું આ એક સન્માન હતુ.

આપને જણાવી દઇએ કે, ઉમેદભાઇ વાળા કચ્છમાં શિક્ષક તરીકે વર્ષ 2004માં આવ્યા હતા. ત્યારે તેમણે પણ નહી વિચાર્યુ હોય કે, કચ્છનાં માયાળુ લોકો સાથે તેમને અનોખું બંદન થઇ જશે. ઉમેદભાઇ વાળાની તેમના વતનમાં બદલી વર્ષ 2016માં જ થઇ હતી પણ સતત બે વર્ષ સુધી ગામ લોકોએ પોતાની લાગણીનાં તાતણે પરાણે બાંધી તેમને જવા નહોતા દીધા. જો કે આખરે બદલી થવાના કારણે વિદાય વેળાએ ગામનાં નાના-મોટા દરેક પોતાની લાગણીને રોકી ન શક્યા અને ન બતાવવા છતા આંખોમાંથી આસુંડાઓ નિકળવા લાગ્યા હતા. ગામનાં લોકોનાં મતે, ઉમેદભાઈએ શિક્ષકત્વને સાર્થક કર્યું છે અને સમગ્ર શિક્ષણ સમાજ માટે પ્રેરણાનું ઝરણું બન્યા છે. એક શિક્ષક માટે આનાથી વિશેષ ગોરવવંતી પળ બીજી કઇ હોઇ શકે. એક સાચા અર્થમાં શિક્ષકની વ્યાખ્યા આપતા ઉમેદભાઇને કચ્છનાં માયાળુ લોકો ક્યારે ભૂલી નહી શકે તેવુ સ્પષ્ટ તેમની વિદાય વેળાએ જોવા મળ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન