Bollywood/ એક નહીં પરંતુ બે લક્ઝરી એપાર્ટમેન્ટની માલિક બની કાજોલ, મુંબઈના જુહુમાં ખરીદી કરોડોની પ્રોપર્ટી

કાજોલએ જુહુમાં ખૂબ જ લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યા છે, જેની કિંમત કરોડોમાં છે. આ બંને પ્રોપર્ટીની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

Entertainment
કાજોલ

ભારતીય સિનેમામાં પોતાની કૌશલ્ય સાબિત કરનાર અભિનેત્રી કાજોલ દરરોજ હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ મુંબઈના જુહુમાં બે નવા એપાર્ટમેન્ટ ખરીદ્યા છે, જેના કારણે તે ફરી એકવાર હેડલાઇન્સમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. કાજોલે ખરીદેલા એપાર્ટમેન્ટની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને એપાર્ટમેન્ટ જુહુના અનાયા બિલ્ડીંગમાં આવેલા છે. સ્ક્વેર  ફીટ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર કાજોલે અનાયા બિલ્ડિંગના 10મા માળે 2 ફ્લેટ ખરીદ્યા છે. આ બંને ફ્લેટની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. અભિનેત્રીએ આ બંને ફ્લેટ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ખરીદ્યા હતા.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનને સુરક્ષા આપનારા મુંબઈ પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, આ મોટું કારણ આવ્યું સામે

કરોડોમાં છે ફ્લેટની કિંમત

અભિનેત્રીએ જુહુમાં ખૂબ જ લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યા છે, જેની કિંમત કરોડોમાં છે. આ બંને પ્રોપર્ટીની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે. જો આ બંને પ્રોપર્ટીની કિંમતો ભેગા કરવામાં આવે તો અભિનેત્રીને આ બંને ફ્લેટ લગભગ 11.95 કરોડમાં પડ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ બંને ફ્લેટનો કાર્પેટ એરિયા 2000 ચોરસ ફૂટ છે. અભિનેત્રીએ ખરીદેલા લક્ઝુરિયસ ફ્લેટ તેના બંગલાની આસપાસ આવેલા છે. આ પ્રોપર્ટીના દસ્તાવેજો પર ત્રિક્ષા પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને કાજોલ વિશાલ દેવગનના હસ્તાક્ષર છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે ત્રિભંગાઃ તેઢી મેઢી ક્રેઝીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલની સાથે રેણુકા શહાણે, તન્વી આઝમી અને મિથિલા પાલકર પણ હતાં. આ ફિલ્મમાં અભિનેત્રીના અભિનયએ કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. કાજોલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

આ પણ વાંચો :કરણ જોહરને લોકઅપમાં કેદ કરવા માંગે છે કંગના રનૌત, વિશલિસ્ટમાં આ સેલેબ્સ પણ સામેલ

આ પણ વાંચો :અડધી રાત્રે મુંબઈ પરત ફર્યો બપ્પી દાનો દીકરો, જાણો ક્યાં અને કેટલા વાગે કરશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો :યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ મોહેના કુમારી. ટૂંક માતા બનવાની છે,તસ્વીરો શેર કરી …..

આ પણ વાંચો :ઇજિપ્તના રણમાં ઊંટ સાથે મસ્તી કરતી જોવા મળી હિના ખાન, તસવીરો શેર કરી કહ્યું, પરફેક્ટ પાર્ટનર