Rajkot News: રાજકોટના જેતપુરમાં કળિયુગી પુત્રીએ પિતાને ઢોર માર માર્યો છે. નવાગઢ ધારમાં રહેતા વૃદ્ધને પુત્રએ ઢોર માર માર્યો છે. પુત્રએ પિતાને ત્રણ દિવસ રૂમમાં પૂરી રાખી ઢોર માર માર્યો હતો. સ્થાનિકોએ પિતાને જેતપુર હોસ્પિટલ ખસેડ્યા હતા. ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા.
જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા ઉ.વ.75 નામના વૃદ્ધને ઘરમાં પૂરી રાખી પોતાના પુત્ર હરેશ ઉર્ફે દલાએ ઢોર માર માર્યો છે. કપાતર પુત્રને દારુની ટેવ હતી તેવી વિગતો સામે આવી છે. માર મારવાનું કારણ હજુ અકબંધ છે. અંતે આજુબાજુવાળા લોકોએ વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા જ્યાં પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા.
જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે. નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઇ સરવૈયા નામના 75 વર્ષીય વૃદ્વ ને પુત્રએ ઢોર માર માર્યો હતો. પુત્ર વૃદ્વ પિતા ને ત્રણ દિવસ રૂમમાં પુરી રાખી માર મારતો હતો. સ્થાનિકોએ પિતાને પુત્રની ચુંગાલમાંથી છોડાવી સારવાર અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડયા હતા.
ઈજાગ્રસ્ત ની ઇજા ગંભીર હોઈ વધુ સારવાર અર્થ જૂનાગઢ રીફર કરાયા છે. કપાતર પુત્ર પિતા ને માર મારતો હોઈ આજુબાજુ માં નરાધમ પુત્ર ઉપર ફીટકાર વરસાવ્યો છે. જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી.
આ પણ વાંચો: રાજકોટમાં વીંછીયાના નાના માત્રાની સગીરાનુ અપહરણનો મામલો
આ પણ વાંચો: રાજકોટમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી.ટી.જાડેજા વિરુદ્ધ નોંધાઇ FIR
આ પણ વાંચો: રાજકોટમાં ધોરાજી તાલુકાના તોરણીયા ગામની યુવતીની છરીના ઘા મારી હત્યા કરાતા ચકચાર