સુરત/ કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, શરીર પર પડી ગયા ચાઠાં : CCTV આવ્યા સામે

કામરેજ તાલુકાના ખોલવાડ ગામે આવેલી દેવર્સી IIM શાળામાં 7માં ધોરણમાં ભણતા જૈનિલ કવા ગતરોજ પોતાના મિત્રો સાશે રીષેશ ટાઇમમાં મસ્તી મજાક કરતો હતો. દરમિયાન રિષેશ પુર્ણ થયા બાદ કૌશિક નામના શિક્ષકે સ્ટીલના પાઇપ વડે ધોરણ 7માં ઝણતા જૈનીલને માર માર્યો હતો.

Gujarat Surat
કામરેજના

શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનિષ્ઠાના પ્રથમ અક્ષરનો શબ્દ એટલે શિક્ષક, એ પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઇએ, રાષ્ટ્રની સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થ્યની જવાબદારી શિક્ષકની છે. પરંતુ ક્યારે એવું બને છે કે તેઓ તેમની જવાબદારી નેવે મૂકીને ના કરવાનું કરી બેસે છે. આવી જ એક ઘટના  સુરત (Surat) જિલ્લાના કામરેજના ખોલવાડ ગામની એક ખાનગી શાળામાં કઠોર હ્યદયના શિક્ષકની ક્રૂરતાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના દ્રશ્યો CCTV માં પણ કેદ થયા છે. જેને લઇને વાલીઓમાં રોષ ફેલાયો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ખોલવાડ ગામે આવેલી દેવર્સી IIM શાળામાં 7માં ધોરણમાં ભણતા જૈનિલ કવા ગતરોજ પોતાના મિત્રો સાશે રીષેશ ટાઇમમાં મસ્તી મજાક કરતો હતો. દરમિયાન રિષેશ પુર્ણ થયા બાદ કૌશિક નામના શિક્ષકે સ્ટીલના પાઇપ વડે ધોરણ 7માં ઝણતા જૈનીલને માર માર્યો હતો. આ  માર એટલી હદે મારવામાં આવ્યો હતો કે, જૈનીલ ઘરે આવીને રડવા લાગ્યો હતો. તેણે પોતાના વાલીને જાણ કરી હતી અને વાલીએ જૈનીલના પગમાં ચેક કરતા ચાઠાં પડી ગયા હતા. ત્યારે વાલીઓએ આ અંગે ફરિયાદ કરતા શાળા મૌન જોવા મળી હતી ત્યારે આ મુદ્દે વાલીએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.

a 109 3 કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, શરીર પર પડી ગયા ચાઠાં : CCTV આવ્યા સામે

આ સમગ્ર મામલે શાળાએ શિક્ષકની તરફેણમાં લુલો બચાવ કર્યો હતો. જો કે વાલીને સંતોષકારક જવાબ આપ્યો ન હતો ત્યારે વાલીએ સીસીટી જોવા માંગ્યા ત્યારે વાલીને પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી બતાવીશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. વાલીઓનો આક્ષેપ છે કે, આવા જવાબ દ્વારા શિક્ષકોનો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ તો વાલીઓ દ્વારા શાળા પાસે યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે વાલીઓ દ્વારા કાયદાકીય સલાહ માંગવામાં આવી રહી છે.

આ શિક્ષકે આચરેલી નિષ્ઠુરતાના સીસીટીવી ફૂટેજ જોઈને અનેક સવાલ ઉભા થયા છે. મસ્તી કરતા બે વિદ્યાર્થીઓને શિક્ષકે સમજાવવાને બદલે ગુનેગારની જેમ કેમ ફટકાર્યા. ત્યારે હાલ તો વાલીઓ શાળા પાસે યોગ્ય ન્યાય માગી રહ્યા છે. જો કે પાયાનું ઘડતર આપનાર શાળામાં જ આવી રીતે વિધાર્થીઓ સાથે વર્તન કરવામાં આવશે તો દેશના ભવિષ્ય તરીકેના વિદ્યાર્થીઓ ઉપર શુ અસર પડશે ? ત્યારે આ સમગ્ર મુદ્દે શિક્ષણ અધિકારી કે શિક્ષણ વિભાગે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માગ પણ ઉઠી છે.

આ પણ વાંચો:નફીસા આત્મહત્યા કેસમાં આવી શકે છે ચૌકાવનારી વિગતો સામે : વાંચો આ નવો વણાંક

આ પણ વાંચો:21 વર્ષની ન્યૂઝ એન્કર બની ગામની સરપંચ, 5 વર્ષમાં પરિવર્તન લાઈને બતાવીશ

આ પણ વાંચો: ‘સોરી’ હું નહીં જીવી શકું…લખીને સગીરાએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ