Not Set/ હત્યા/ હત્યારા ગભરાટની દવા ખાધા બાદ કમલેશ તિવારીનું ખૂન કરવા આવ્યા, પોતાના જ હાથ પર છરી વડે હુમલો કર્યો

એસ.ટી.એફ. દ્વારા સુરતથી ધરપકડ કરવામાં આવેલા કમલેશ તિવારીના હત્યારા સાથે વાત કર્યા પછી પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે અશફાક એક્લો  આ કાર્ય હાથ ધરવામાં ગભરાઈ રહ્યો હતો, તેના હાથ-પગ પાણી પાણી  થઈ રહ્યાં હતા. તો બીજા હુમલાખોર મોઈનુદ્દીન પઠાણને ગળું કાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કમલેશ તિવારી હત્યા કેસમાં ખુલાસો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં […]

Uncategorized
kamlesh tivari હત્યા/ હત્યારા ગભરાટની દવા ખાધા બાદ કમલેશ તિવારીનું ખૂન કરવા આવ્યા, પોતાના જ હાથ પર છરી વડે હુમલો કર્યો

એસ.ટી.એફ. દ્વારા સુરતથી ધરપકડ કરવામાં આવેલા કમલેશ તિવારીના હત્યારા સાથે વાત કર્યા પછી પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે અશફાક એક્લો  આ કાર્ય હાથ ધરવામાં ગભરાઈ રહ્યો હતો, તેના હાથ-પગ પાણી પાણી  થઈ રહ્યાં હતા. તો બીજા હુમલાખોર મોઈનુદ્દીન પઠાણને ગળું કાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

કમલેશ તિવારી હત્યા કેસમાં ખુલાસો

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કમલેશ તિવારીની હત્યાના કેસમાં સતત ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના શરીર પર છરીના અનેક નિશાન મળી આવ્યા છે, આ સિવાય ફોરેન્સિક રિપોર્ટમાં ઘણી બાબતો બહાર આવી છે.

કમલેશના ઘરે જતા પહેલા હોટલમાં ગભરાટ દુર કરવા માટે બંનેએ દવાઓ લીધી હતી, સાથે સાથે શક્તિની દવાઓ પણ પીધી હતી. જેનો પુરાવો તેના રૂમમાં મળી આવ્યો છે. લખનઉની ખાલસા-ઇન હોટલમાંથી પ્રાપ્ત થયેલ સામાનમાં ગળા કાપવા માટે છરીનો ઉપયોગ કરાયો હતો, જ્યાં આ બંને હુમલાખોરો રોકાયા હતા. તેમને લોહીના ડાઘ હતા અને કેટલીક દવાઓ પણ મળી આવી છે.

કમલેશ તિવારી હત્યા કેસના આરોપી સુધી પોલીસ હજી સુધી પહોંચી શકી નથી, પરંતુ એક વાત બહાર આવી રહી છે કે કમલેશ તિવારીની હત્યા કરતી વખતે ગળું દબાવનાર હત્યા કરનારાઓમાં એક યુવાન પઠાણ મોઇનુદ્દીન અહેમદ છે. તેના હાથમાં પણ ઘા હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.