Bollywood/ જાણો, કંગના રનૌત શા માટે એવો દાવો કરી રહી છે કે 2024માં પણ વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ કેટલાક ટ્વિટને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન હવે કંગનાએ સોશિયલ મીડિયા પર આવી વાત કહી હતી, જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. 2024ની ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કંગના રનૌતે ટ્વીટ કર્યું છે. ફિલ્મ અભિનેત્રી કંગના રાનૌતે […]

Entertainment
kangana જાણો, કંગના રનૌત શા માટે એવો દાવો કરી રહી છે કે 2024માં પણ વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને લગભગ દરરોજ કેટલાક ટ્વિટને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન હવે કંગનાએ સોશિયલ મીડિયા પર આવી વાત કહી હતી, જેના કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી છે. 2024ની ચૂંટણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કંગના રનૌતે ટ્વીટ કર્યું છે.

ફિલ્મ અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે દાવો કર્યો છે કે 2024માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે. આ ટ્વિટ સાથે તેણે ખરેખર એક અહેવાલ શેર કર્યો છે, જે મુજબ દાવો કર્યો છે ઓઇસીડી અનુસાર 2022 માં ભારતનો વિકાસ દર 12.6% હોવાનો અંદાજ છે. ઓઇસીડી મુજબ ભારતે ઘણાં નાણાકીય સુધારા કર્યા છે, જેના કારણે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની જશે.


બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ઘણીવાર સોશિયલ મીડિયા પર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે. હવે કંગનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું છે કે દેશને મોદીની જરૂર છે. તેમણે દાવો કર્યો છે કે 2024 માં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બનશે. આ ટ્વીટ સાથે તેણે એક રિપોર્ટ પણ શેર કર્યો છે.
Kangana Ranaut Tweet 0 જાણો, કંગના રનૌત શા માટે એવો દાવો કરી રહી છે કે 2024માં પણ વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી
કંગના રનૌત જલ્દી જ તેજસ ફિલ્મમાં જોવા મળશે. આ દિવસોમાં તે આ ફિલ્મની તૈયારી કરી રહી છે.આ ફિલ્મમાં તે સૈનિકની ભૂમિકા નિભાવી રહી છે. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો હતો. તે મહેનત કરતી જોવા મળી હતી. આ ઉપરાંત પણ ફિલ્મ ‘ધકડ’ અને થલૈવી ફિલ્મોમાં પણ જોવા મળશે.