મુંબઇ,
આ વર્ષે પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ સ્પર્ધા શનિવારે ચીનના સાન્યા શહેરમાં યોજાઇ હતી. જેમાં મેક્સિકોની વનેસા પોન્સ ડી લિયોને મિસ વર્લ્ડ 2018 નું ટાઇટલ જીત્યું. લિયોન 118 સ્પર્ધકો પાછળ છોડી દીધી છે. આ સ્પર્ધામાં પ્રથમ રનર અપ મિસ થાઇલેન્ડ નિકોલીન લિમ્સનુકાન. ટોપ 30 સુધી પહોંચનાર ભારતની અનુકૃતિ વાસ ટોપ 12 માં સ્થાન મેળવી શકી નથી.
મિસ વર્લ્ડ 2018 ને ગયા વર્ષેની મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે તાજ પહેરાવ્યો. 7 માર્ચ, 1992 ના રોજ જન્મેલ વનેસા ફૂલ ટાઈમ મોડેલ છે. તે પહેલી મેક્સિકન છે, જેના માથા પર આ તાજ પહેરાવામાં આવ્યો છે.
મિસ વર્લ્ડ 2018 માં, ભારતનું પ્રતિનિધિત્વ અનુકૃતિ વાસે કર્યું. તે તમિળનાડુની નિવાસી છે. અનુકૃતિ વાસ સારી ડાન્સર તો છે જ સાથે સાથે જ તે રાજ્ય સ્તરની એથલીટ પણ છે. મીડિયા અહેવાલો અનુસાર અનુકૃતિની માતાનું સ્વપ્ન ફ્રેન્ચ કોર્સ કરવી એક ટ્રાન્સલેટર બનવાનું હતું.
મિસ વર્લ્ડ 2018 ના ટોપ 30 માં જેને દેશોની બ્યુટી ક્વીન્સે જગ્યા બનાવી તે ભારત ચીલી, ફ્રાંસ, બાંગ્લાદેશ, જાપાન, મલેશિયા, મોરિશસ, મેક્સિકો, નેપાળ, ન્યુઝિલેન્ડ, સિંગાપુર, થાઈલેન્ડ, યુગાન્ડા, અમેરિકા, વેનેઝુએલા અને વિયતનામ છે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2018 માં માનુષીએ મિસ વર્લ્ડનો તાજ જીતીને 17 વર્ષ ઇંતજારને પૂર્ણ કર્યો હતો. આ પહેલા ભારતની પ્રિયંકા ચોપરાએ 2000 માં મિસ વર્લ્ડનું ટાઈટલ જીત્યું હતું. ભારતમાં મિસ વર્લ્ડનો કાર્યક્રમને શનિવારે સાંજે 4:30 વાગ્યાથી રોમેડી નાઉ ચેનલ પર બતાવામાં આવ્યો હતો. આ સિવાય આ કાર્યક્રમની લાઈવ સ્ટ્રીમીંગ પણ મિસ વર્લ્ડ 2018ની યુટ્યુબ ચેનલ પર પણ બતાવામાં આવ્યો હતો.