Not Set/ કોરોનાને કારણે માર્ચમાં નહીં યોજાય IIFA એવોર્ડ, જાણો નવી તારીખ અંગે..

ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એ બહુપ્રતિક્ષિત એવોર્ડ શો છે, જેની પ્રતિ વર્ષ માત્ર ચાહકો જ નહિ પણ ફિલ્મ જગતના સ્ટાર્સ દ્વારા પણ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે, આઈફાની 22મી આવૃત્તિ આ વર્ષે યોજાવાની છે, IIFA એવોર્ડ્સ 2022 ની ઉજવણી માર્ચમાં યોજાવાની હતી પરંતુ હવે તેને મોકૂફ રાખવામાં આવી છે

Top Stories Entertainment
5 9 કોરોનાને કારણે માર્ચમાં નહીં યોજાય IIFA એવોર્ડ, જાણો નવી તારીખ અંગે..

ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એ બહુપ્રતિક્ષિત એવોર્ડ શો છે, જેની પ્રતિ વર્ષ માત્ર ચાહકો જ નહિ પણ ફિલ્મ જગતના સ્ટાર્સ દ્વારા પણ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવે છે. આઈફાની 22મી આવૃત્તિ આ વર્ષે યોજાવાની છે. IIFA એવોર્ડ્સ 2022 ની ઉજવણી માર્ચમાં યોજાવાની હતી પરંતુ હવે તેને મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે IIFA એવોર્ડની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. હવે IIFAની 22મી આવૃત્તિ 20મી અને 21મી મે 2022ના રોજ યોજાશે. નોંધનીય છે કે આ સમારોહ અબુ ધાબીમાં યોજાશે.

IIFA દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બદલાતા સંજોગો તેમજ ચાહકો અને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને કારણે વૈશ્વિક સ્તરે કોવિડ-19 વાયરસનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને તારીખો નક્કી કરવામાં આવી છે.

IIFA મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, “IFA ખાતે અમે નાગરિકો અને IIFA ચાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જવાબદાર અને પ્રતિબદ્ધ છીએ જેઓ IIFA ના જાદુમાં ભાગ લેવા અને અનુભવ કરવા માટે વિશ્વભરમાંથી પ્રવાસ કરે છે. તમને થયેલી અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ અને આશા રાખીએ છીએ કે તમામ સંબંધિતો પરિસ્થિતિની સંવેદનશીલતાને સમજશે.’