Bollywood/ મુંબઈ પોલીસના સમન્સ પર બોલી કંગના રનૌત, “જલ્દી આવી રહી છું”

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના કથિત નિવેદનો અંગે મુંબઈ પોલીસે સમન્સ જારી કર્યું છે. મુંબઈ પોલીસે કંગનાની બહેન રંગોલીને પણ સમન્સ જારી કર્યું છે. હવે કંગનાએ ટ્વીટ કરીને આના પર જવાબ આપ્યો છે કે..

Entertainment
a 94 મુંબઈ પોલીસના સમન્સ પર બોલી કંગના રનૌત, "જલ્દી આવી રહી છું"

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના કથિત નિવેદનો અંગે મુંબઈ પોલીસે સમન્સ જારી કર્યું છે. મુંબઈ પોલીસે કંગનાની બહેન રંગોલીને પણ સમન્સ જારી કર્યું છે. હવે કંગનાએ ટ્વીટ કરીને આના પર જવાબ આપ્યો છે કે તે ટૂંક સમયમાં મુંબઈ પોલીસ સમક્ષ હાજર થશે. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે, “વાંધો નહીં, હું જલ્દી આવીશ.” મુંબઈ પોલીસે બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને નોટિસ ફટકારી છે અને પોતાનું નિવેદન નોંધવા માટે તેઓને આવતા અઠવાડિયે હાજર રહેવા કહ્યું છે.

કંગનાએ ટ્વીટ કરીને લખ્યું છે કે “જુનૂની પેંગ્વિન સેના… મહારાષ્ટ્રના પપ્પુપ્રો, ખૂબ યાદ આવે છે ક-ક-ક-ક-ક કંગના, કોઈ વાંધો નહીં જલ્દી જ આવીશ”.

હકીકતમાં, મુંબઇ પોલીસે કંગનાને નોટિસ ફટકારી કહ્યું કે, તેના નિવેદનોથી સમુદાયોની વચ્ચે કથિત રીતે અણબનાવને પ્રોત્સાહન આપવાને લઈને તે બંને સામે નોંધાયેલા કેસના સિલસિલામાં નિવેદનો નોંધવાના છે. પોલીસના જણાવ્યા મુજબ, કંગના અને તેની બહેન (રંગોલી) વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 153 એ (ધર્મ, જાતિ વગેરેના આધારે વિવિધ જૂથોમાં નારાજગી વધારવા), 295 એ (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ) એફઆઈઆર વિલફુલ એક્ટ હેઠળ નોંધવામાં આવી હતી અને 124-એ (રાજદ્રોહ) અને 34 (સમાન ઉદ્દેશ ધરાવતા)ના હેઠળ એફઆઈઆર નોંધાઈ હતી.