Bollywood/ કંગનાની મુશ્કેલી ફરી વધી, બાંદ્રા કોર્ટે FIR નોંધવા આપ્યો આદેશ, જાણો શું છે મામલો

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે અને તેની સામેની સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કર્ણાટકમાં એફઆઈઆર નોંધાયા બાદ

Top Stories Entertainment
kangana ranaut1 કંગનાની મુશ્કેલી ફરી વધી, બાંદ્રા કોર્ટે FIR નોંધવા આપ્યો આદેશ, જાણો શું છે મામલો

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે અને તેની સામેની સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. કર્ણાટકમાં એફઆઈઆર નોંધાયા બાદ હવે મુંબઈની બાંદ્રા કોર્ટે ટ્વીટ્સ અને ઇન્ટરવ્યૂ દ્વારા કોમી દ્વેષ ફેલાવવા બદલ અભિનેત્રી કંગના રાનાઉત સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુન્ના વારલી અને સાહિલ અશરફ સૈયદ નામના અરજદારો દ્વારા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કંગનાના ટ્વીટને ઉશ્કેરણીજનક ગણાવવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંગના હિન્દી અને મુસ્લિમ કલાકારો વચ્ચે ટીવી ચેનલો પર તેના ટ્વિટ્સ અને ઇન્ટરવ્યૂ દ્વારા અંતર ઉભી કરી રહી છે. કોર્ટના આ આદેશ અને એફઆઈઆર દાખલ થયા પછી કંગનાની મુશ્કેલી વધુ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, પહેલા 13 ઓક્ટોબરે કર્ણાટક પોલીસે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરનારા લોકો પરની ટિપ્પણી મામલે કંગના સામે કેસ નોંધ્યો હતો. તુમાકુરુ પોલીસે કોર્ટના આદેશથી કેસ નોંધ્યો હતો. હકીકતમાં એડવોકેટ રામેશ નાયકે તાજેતરમાં જ એક ટ્વિટર સંદેશમાં કંગનાની પોસ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેનાથી તેમની લાગણી દુભાય છે અને આ માટે અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.

નોંધનીય છે કે કંગનાએ 21 સપ્ટેમ્બરે જાહેર કરેલા પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે જે લોકો નાગરિકતા સુધારો કાયદા (સીએએ) નો વિરોધ કરે છે તેઓ કૃષિ કાયદાઓનો વિરોધ કરીને દેશમાં આતંકનું વાતાવરણ ઉભું કરવા માગે છે. તુમાકુરુ કોર્ટના નિર્દેશ પર કંગના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….