કૃષિ કાયદો/ કંગનાનાં વિવાદિત બોલ, કૃષિ કાયદો પરત લેવાનાં PM નાં નિર્ણયને અયોગ્ય ગણાવ્યો

દરેક મામલે પોતાનો પક્ષ રાખતી બોલિવૂડ અભિનેત્રી અને હાલમાં પોતાના આઝાદીનાં નિવેદન પર ખૂબ વિવાદમાં આવેલી કંગના રનૌતે પણ હવે ત્રણ કૃષિ કાયદા પરત લેવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Top Stories India
કંગના ફરી વિવાદિત બોલ

આજે સવારે PM મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાનો નિર્ણય કરી ખેડૂતોને મોટી રાહત આપી છે. જે બાદ દેશભરમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરેક મામલે પોતાનો પક્ષ રાખતી બોલિવૂડ અભિનેત્રી અને હાલમાં પોતાના આઝાદીનાં નિવેદન પર ખૂબ વિવાદમાં આવેલી કંગના રનૌતે પણ હવે ત્રણ કૃષિ કાયદા પરત લેવા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

1 2021 11 19T123612.630 કંગનાનાં વિવાદિત બોલ, કૃષિ કાયદો પરત લેવાનાં PM નાં નિર્ણયને અયોગ્ય ગણાવ્યો

આ પણ વાંચો – કૃષિ કાયદો / PM મોદીનાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના એલાન બાદ પણ રાકેશ ટિકૈતે આપી આવી પ્રતિક્રિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી ત્યારબાદ અભિનેત્રી કંગના રનૌત મોદી સરકારનાં આ નિર્ણયથી નારાજ દેખાઇ રહી છે. કંગના રનૌતે કૃષિ કાયદાની વાપસીને દુઃખદ અને શરમજનક ગણાવતા કહ્યું કે, મોદી સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી અને આ માટે સંસદનાં આગામી સત્રમાં બિલ લાવવામાં આવશે. કંગના રનૌતે કહ્યું કે, જો લોકો સંસદમાં ચૂંટાયેલી સરકારની જગ્યાએ કાયદો બનાવવાનું શરૂ કરે તો તે જેહાદી રાષ્ટ્ર છે. જેઓ આ ઈચ્છતા હતા તેઓને અભિનંદન. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી કંગના રનૌતે મંગળવારે એક નવો વિવાદ ઉભો કર્યો હતો અને દાવો કર્યો હતો કે સુભાષ ચંદ્ર બોઝ અને ભગત સિંહને મહાત્મા ગાંધી તરફથી કોઈ સમર્થન મળ્યું નહોતુ. તેમણે મહાત્મા ગાંધીનાં અહિંસાનાં મંત્રની મજાક ઉડાવી અને કહ્યું કે બીજો ગાલ સામે ધરવાથી ‘ભિક્ષા’ મળે છે સ્વતંત્રતા નહીં. કંગના રનૌતે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતને 1947માં આઝાદી મળી ન હોતી, પરંતુ તે ‘ભીખ’ મળી હતી, અસલી આઝાદી 2014માં ત્યારે મળી જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ્સની સીરીઝમાં મહાત્મા ગાંધીને નિશાન બનાવ્યા અને કહ્યું કે ‘તમારા હીરોને સમજદારીથી પસંદ કરો.’

કંગના અને ગાંધીજી

આ પણ વાંચો – કૃષિ કાયદો / દેશનાં અન્નદાતાએ સત્યાગ્રહ સાથે ઘમંડનું માથું ઝુકાવી દીધુંઃ રાહુલ ગાંધી

PM મોદીએ કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોનાં કલ્યાણ માટે છે, ખાસ કરીને નાના ખેડૂતોનાં કલ્યાણ માટે, દેશનાં કૃષિ જગતનાં હિતમાં, દેશનાં હિતમાં, ગામડાનાં ગરીબોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે, સંપૂર્ણ ઇમાનદારી, ખેડૂતો માટે આ કાયદો નિષ્ઠાથી, ઉમદા હેતુ સાથે લાવવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું, “પરંતુ આટલી પવિત્ર વસ્તુ, સંપૂર્ણપણે શુદ્ધ, ખેડૂતોનાં હિતની બાબત છે, અમે અમારા પ્રયત્નો છતા કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. તેમણે કહ્યું કે, કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાઓનું મહત્વ સમજાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. આજે હું તમને સમગ્ર દેશને જણાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, “આ મહિનાનાં અંતમાં શરૂ થઈ રહેલા સંસદનાં સત્રમાં, અમે આ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું.” તેને વધુ પારદર્શક બનાવવા માટે, આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓનાં પ્રતિનિધિઓ હશે.