Not Set/ કાંકરેજ તાલુકા પંચાયત: 8 સભ્યોવાળી ભાજપ સત્તામાં, 21 સભ્યોવાળી કોંગ્રેસ ડખ્ખામાં

કોંગ્રેસમુક્ત ભારતનાં સપના ને ભાજપ સાકાર કરતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. માત્ર દેશમાં કે રાજ્યમાં નહીં પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ હવે કોંગ્રેસના સદસ્યો ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસ સામે બંડ પોકારી રહ્યા છે. કાંકરેજ તાલુકા પંચાયત કે જે કોંગ્રેસ શાસિત હતી તેમાં આજે ભાજપ સત્તા સ્થાને આવી છે. કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ […]

Top Stories Gujarat Others
BJP 620x400 1 કાંકરેજ તાલુકા પંચાયત: 8 સભ્યોવાળી ભાજપ સત્તામાં, 21 સભ્યોવાળી કોંગ્રેસ ડખ્ખામાં

કોંગ્રેસમુક્ત ભારતનાં સપના ને ભાજપ સાકાર કરતું હોય તેવું ફલિત થઇ રહ્યું છે. માત્ર દેશમાં કે રાજ્યમાં નહીં પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ હવે કોંગ્રેસના સદસ્યો ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસ સામે બંડ પોકારી રહ્યા છે. કાંકરેજ તાલુકા પંચાયત કે જે કોંગ્રેસ શાસિત હતી તેમાં આજે ભાજપ સત્તા સ્થાને આવી છે.

bjp vs congress કાંકરેજ તાલુકા પંચાયત: 8 સભ્યોવાળી ભાજપ સત્તામાં, 21 સભ્યોવાળી કોંગ્રેસ ડખ્ખામાં

કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી ભાજપે સત્તા હાંસલ કરી છે.તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેજાભાઈ દેસાઈની બહુમતીથી વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક સભ્યોએ પક્ષ વિરુદ્ધમાં મતદાન કરી ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. ભાજપના ઉમેદવારના સમર્થનમાં કુલ 19 સભ્યોએ મતદાન કર્યું હતું.કોંગ્રેસના ઉમેદવારને 11 મત મળ્યા હતાં. ભાજપમાંથી પ્રમુખ પદ માટે તેજાભાઈ દેસાઈ અને કોંગ્રેસમાંથી કમલેશભાઈ ડાભીએ ઉમેદવારી નોંધાવી હતી.

આપને જણાવી દઇએ કે હાલ કોંગ્રેસ પાસે 21 સભ્યો ,ભાજપ પાસે 8 અને 1 અપક્ષ સભ્ય છે. ત્યારે 8 સભ્યવાળા ભાજપ દ્વારા સત્તામાં આવી જતા વિચીત્રતા સર્જાઇ હતી.  બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પ્રમુખ સામે આવેલી અવિશ્વાસની દરખાસ્ત સર્વાનુમતે મંજુર થઇ હતી. જે બાદ આજે પ્રમુખની ચૂંટણી યોજાતા ભાજપ સત્તા સ્થાને આવી છે.

38654 bjp flag ani e1543501263750 કાંકરેજ તાલુકા પંચાયત: 8 સભ્યોવાળી ભાજપ સત્તામાં, 21 સભ્યોવાળી કોંગ્રેસ ડખ્ખામાં
mantavyanews.com

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. પરંતુ તેમ છતાં કોંગ્રેસમાં આંતરિક કલહના કારણે તેઓ સત્તા ટકાવી શક્યા નહીં. અગાઉ પણ અનેકવાર કાંકરેજ તાલુકા પંચાયતમાં ભંગાણ થાય તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ આજે કોંગ્રેસના સદસ્યોએ પક્ષ વિરોધી મતદાન કરી ભાજપને સત્તા સ્થાને લાવ્યા છે. આજે યોજાયેલી ચૂંટણીમાં કુલ 30 સદસ્યો પૈકી 19 સદસ્યોએ ભાજપ તરફે જ્યારે 11 સદસ્યોએ કોંગ્રેસ તરફે મતદાન કરતા કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. કાંકરેજ તાલુકા પંચાયત માં કોંગ્રેસ ને 21 સદસ્યો સાથે સ્પષ્ટ બહુમતી હતી. તેમ છતાં આજે ભાજપ સત્તા સ્થાને પોહચ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.