Tellywood/ ત્રણેય ખાનને સાથે ન લાવી શક્યો કરણ જોહર, જાણો શા માટે નહીં બને કોફી વિથ કરણ 7નો ભાગ

ટીવી સીરીયલ કોફી વિથ કરણની સાતમી સીઝનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે આવવાના અહેવાલો છે. હવે આ અંગે કરણ જોહરે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Entertainment
કરણ જોહર

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની સાતમી સીઝન 7 જુલાઈ, 2022 થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ સિઝનમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પ્રથમ ગેસ્ટ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ત્રણ ખાન – શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન આ શોમાં સાથે આવશે. હવે કરણ જોહર દ્વારા આ સમાચાર પર પ્રતિક્રિયા આપવામાં આવી છે.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કરણ જોહર બોલ્યો – કોફી વિથ કરણ સીઝન 7માં ત્રણેય ખાન નથી આવી રહ્યા. કરણના મતે તેની પાસે એટલી તાકાત નથી. કરણના કહેવા પ્રમાણે, ‘હું માત્ર તેને પાર્ટીમાં લાવી શકું છું. શોમાં લાવી શકતો નથી. હું ત્રણમાંથી બે ખાનો સંભાળી શકતો નથી. આ જ ઈન્ટરવ્યુમાં કરણ જોહરે એ પણ સ્વીકાર્યું હતું કે શોમાં આવ્યા બાદ ઘણા કલાકારોને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કલાકારોએ અન્ય કોઈ શોમાં પણ આ જ વાત કહી હતી પરંતુ, તેમને ત્યાં આટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.

રણબીર કપૂર નહીં આવે

ત્રણ ખાન સિવાય રણબીર કપૂર પણ આ શોનો ભાગ નહીં હોય. રણબીર અગાઉ તેની બહેન કરીના કપૂર અને રણવીર સિંહ સાથે જોડાયો હતો. તે જ સમયે, રણવીરની પત્ની આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે જોડાશે. પ્રોમો અનુસાર, આલિયા ભટ્ટ શોમાં ઘણા સવાલોના જવાબ આપી રહી છે. કરણ આલિયાને સવાલ પૂછે છે કે લગ્ન વિશે એવી માન્યતા જે તમને લગ્ન પછી ખબર પડી તે ખોટી છે. તેના પર આલિયા ભટ્ટે કહ્યું કે, ‘હનીમૂન જેવી કોઈ વાત નથી. દરેક વ્યક્તિ ખૂબ થાકેલા હોય છે.

કોફી વિથ કરણના ગેસ્ટ વિશે વાત કરીએ તો, પ્રોમો અનુસાર, રણવીર-આલિયા, કિયારા અડવાણી-શાહિદ કપૂર, વરુણ ધવન-અનિલ કપૂર, જ્હાનવી કપૂર અને સારા અલી ખાન સિવાય, અક્ષય કુમાર અને સમંથા રૂથ પ્રભુ, અનન્યા પાંડે-વિજય દેવરકોંડા શોમાં મહેમાન તરીકે હાજરી આપશે.

આ પણ વાંચો:સલમાન ખાનના વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું લખ્યું છે પત્રમાં

આ પણ વાંચો:દેશની ત્રીજી સૌથી મોંઘી ફિલ્મમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનનો લૂક આવ્યો સામે, જુઓ

આ પણ વાંચો:‘કાલી’ના પોસ્ટર અંગે કેનેડિયન મ્યુઝિયમે માગી માફી, ફિલ્મ નહીં થાય પ્રદર્શિત