Bollywood/ કરણ જોહરે બાળકો સાથેનો ફોટો શેર કરી જણાવી 2020 ની આપવીતી

બોલિવૂડનાં પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરે પોતાના બાળકો યશ અને રૂહી સાથે ખૂબ જ સુંદર ફોટો શેર કર્યોં છે. આ પોસ્ટ દ્વારા તેમણે ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે…

Entertainment
Makar 24 કરણ જોહરે બાળકો સાથેનો ફોટો શેર કરી જણાવી 2020 ની આપવીતી

બોલિવૂડનાં પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરે પોતાના બાળકો યશ અને રૂહી સાથે ખૂબ જ સુંદર ફોટો શેર કર્યોં છે. આ પોસ્ટ દ્વારા તેમણે ચાહકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાંત, તે લોકોનો આભાર માને છે કે જેમણે ખરાબ સમયમાં તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું. કરણે એ પણ સ્વીકાર્યું છે કે ગત વર્ષ તેમના માટે ખૂબ મુશ્કેલ રહ્યુ હતું, પરંતુ આનાથી તેમને શીખવા મળ્યુ અને તેઓ જીવનમાં આગળ વધવાનું શીખ્યા.

Instagram will load in the frontend.

કરણ જોહરે યશ અને રૂહી સાથેનો ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ, “હું મારા પરિવાર અને મિત્રોનો આભાર માનું છું જેમણે મને ટેકો આપ્યો.” મારી કંપનીમાં દરેક જે મારું વિસ્તૃત કુટુંબ છે તેઓ તેમના પ્રેમ અને વફાદારી માટે હંમેશા આભારી છે…. હા તે સરળ વર્ષ ન હોતું, પરંતુ ઘણા પાઠ શીખ્યા અને ઘણા પગલા લીધા. કેટલાક આગળ અને કેટલાક ઇરાદાપૂર્વક પાછા પગલા લીધા. હું માનું છું કે આપણે દરેક મુશ્કેલીનો સામનો કરવા અને વિજયી બનવા માટે સ્થિતિસ્થાપક બનવાની જરૂર છે. મારા તરફથી આપ બધાને મારો પ્રેમ. #happynewyear’

Instagram will load in the frontend.

નોંધપાત્ર વાત એ છે કે, ગત વર્ષે ત્યારે કરણ જોહરની મુશ્કેલીઓ વધી હતી જ્યારે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી ભત્રીજાવાદનાં વિવાદમાં તેમનું નામ આગળ આવ્યુ હતું. આ પછી, 2019 માં તેમના ઘરે કથિત ડ્રગ પાર્ટીને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આપને જણાવી દઈએ કે, આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, વિકી કૌશલ, વરૂણ ધવન, રણબીર કપૂર, મલાઈકા અરોરા સહિત ઘણા ટોચનાં કલાકારો હાજર રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો