Bollywood/ સિદ્ધાર્થ શુક્લાએ દારૂના નશામાં ગરીબ વ્યક્તિને માર્યો માર..? જાણો શું છે વાયરલ વિડીયોનું સત્ય

સિદ્ધાર્થ શુક્લાએ 12 ડિસેમ્બરે તેનો 40 મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના દિવસે સિદ્ધાર્થનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિ સિધ્ધાર્થ પર દારૂના નશામાં ડ્રાઇવિંગ અને…

Entertainment
a 198 સિદ્ધાર્થ શુક્લાએ દારૂના નશામાં ગરીબ વ્યક્તિને માર્યો માર..? જાણો શું છે વાયરલ વિડીયોનું સત્ય

સિદ્ધાર્થ શુક્લાએ 12 ડિસેમ્બરે તેનો 40 મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસના દિવસે સિદ્ધાર્થનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કોઈ વ્યક્તિ સિધ્ધાર્થ પર દારૂના નશામાં ડ્રાઇવિંગ અને ગરીબ માણસને મારવા જેવા ગંભીર આરોપો લગાવી રહ્યો છે. વીડિયોમાં સિદ્ધાર્થ એકદમ ગુસ્સે કારમાં બેઠો જોવા મળી રહ્યો છે. ચાહકોને આશ્ચર્યચકિત કરનારા સિદ્ધાર્થના આ વાયરલ વીડિયોની સત્યતા સામે આવી છે.

પુનીત પાઠકે શાહરૂખ ખાનના સોંગ પર પત્ની સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, જુઓ

સિદ્ધાર્થ પર આરોપ લગાવતી એક વ્યક્તિ વીડિયોમાં કહે છે- ‘તમે ગરીબોને વગર વાંકે માર માર્યા છે’. જેના પર અભિનેતા તેના ખુલાસામાં કહે છે કે તેણે પહેલા તેને છરીથી ધમકી આપી હતી. જો કે, તે માણસ, સિદ્ધાર્થની વાત સાંભળતો નથી, અને આગળ કહે છે, ‘આ સિદ્ધાર્થ શુક્લ છે. જે નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે. ‘ વિડીયોમાં, આપણે જોઈ શકીએ છીએ કે આ વ્યક્તિની વાત સાંભળીને સિદ્ધાર્થ તેની પાસેથી તેનો ફોન છીનવે છે.

https://twitter.com/TheRealKhabri/status/1337661510269587456?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1337661510269587456%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fentertainment%2Fstory-sidharth-shukla-accused-hitting-a-man-and-drunk-driving-on-his-birthday-know-here-viral-video-truth-3683167.html

એક ખાનગી માધ્યમના અહેવાલ અનુસાર, સિધ્ધાર્થના નજીકના સાથીએ આ અહેવાલનું સત્ય જણાવ્યું છે. સૂત્રનો દાવો છે કે સિદ્ધાર્થના જીજાના ગુંડા આવ્યા બાદ સ્ટાફ તારીફથી જાણકારી મળ્યા બાદ સિદ્ધાર્થ અને તેના જીજાએ  આ મામલે તપાસ કરવા ગયા. જ્યારે સિદ્ધાર્થ અને તેના જીજાએ ગુંડાઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ તેમને છરીથી ધમકી આપી હતી. જો કે, સિદ્ધાર્થ અને તેના જીજાએ ગુંડાઓને પકડીને પોલીસને હવાલે કરી દીધા છે. આરોપીઓની હવે ધરપકડ કરવામાં આવી છે.  સિદ્ધાર્થ દારૂના નશામાં હોવાના આરોપ પર સૂત્રએ કહ્યું કે સિદ્ધાર્થ શુક્લ સ્વચ્છ છબીવાળા માણસ છે અને આ બધુ તેમની છબીને દૂષિત કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે.

લગ્નના પવિત્ર બંધનમાં બંધાયો પુનિત પાઠક, નિધિ મુનિ સિંહ સાથે લીધા સાત ફેરા

સિદ્ધાર્થ શુક્લાના જન્મદિવસ પર અભિનંદન પાઠવતા શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, શહનાઝ હસીને કહે છે કે- ‘હેપ્પી બર્થડે સિદ્ધાર્થ….’ તે જ સમયે, સિદ્ધાર્થ જવાબ આપે છે કે થેંક યુ છે, તેના પર શહનાઝ કહે છે ઓકે.

આપને જણાવી દઈએ કે, બિગ બોસ 13માં શહનાઝ ગિલ અને સિધ્ધાર્થ શુક્લાની જોડી ઘણી પસંદ કરવામાં આવી હતી. બિગ બોસના ઘરની બહાર આવ્યા પછી પણ બંને વચ્ચે સારા સંબંધ છે. ઘરની બહાર આવ્યા બાદ બંનેએ સાથે મળીને બે મ્યુઝિક વીડિયો પણ બનાવ્યા છે. આ સિવાય બંને ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. આમ તો, સિદ્ધાર્થ 40 વર્ષનો છે અને તે તેનો જન્મદિવસ તેના પરિવાર વચ્ચે ઉજવ્યો હતો.

કોરોનાના દર્દીઓની સેવા કરનાર અભિનેત્રી શિખા મલ્હોત્રાને થયું પેરાલિસિસ, હોસ્પિટલમાં કરાઈ દાખલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…