Eklavya School/ અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર સામે વાલીઓમાં રોષ, વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવતા થયો હોબાળો

વાલીઓએ ટ્રેનર વિરુદ્ધ આ મામલે ફરિયાદ કરતા શાળાએ કરાટે ટ્રેનરને સસ્પેન્ડ કરી પોલીસને હવાલે કર્યો.

Ahmedabad Top Stories Gujarat
મૃત્યુદરમાં થશે ઘટાડો 46 અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર સામે વાલીઓમાં રોષ, વિદ્યાર્થિનીઓને ન્યૂડ વીડિયો બતાવતા થયો હોબાળો

અમદાવાદની એકલવ્ય સ્કૂલ કરાટે ટ્રેનર લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો. કરાટે ટ્રેનરે વિદ્યાર્થીનીઓને ન્યુડ વીડિયો બતાવતો હોબાળો મચ્યો. વાલીઓને આ મામલાની જાણ થતા શાળા પર પંહોચ્યા હતા. વાલીઓએ કરાટે ટ્રેનર સામે કાર્યવાહી કરવા શાળા સંચાલકો સામે માંગણી કરી. આ ઘટનાની પોલીસને પણ જાણ થતા શાળા પર પંહોચી હતી. વાલીઓનો આક્ષેપ છે કે કરાટે ટ્રેનર તાલીમની આડમાં વિદ્યાર્થીનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે. પોલીસે વાલીઓની ફરિયાદના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી.

શહેરની શાળાઓ આધુનિક બની રહી છે પરંતુ શિક્ષકોમાંથી ગુરુ તરીકેના ગુણો દૂર થઈ રહ્યા છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ એકલવ્ય શાળાનો વિવાદ સામે આવ્યો. એકલવ્ય શાળામાં એક જ કેમ્પસમાં જુદા જુદા માધ્યમની ત્રણ શાળાઓ ચાલે છે. અંગ્રેજી મીડિયમમાં વિદ્યાર્થીઓને કરાટે શીખવાડવા માટે એક યુવાન વયના ટ્રેનરની પસંદગી કરવામાં આવી હતી. 19 વર્ષીય કરાટે ટ્રેનરનું નામ આર્ય દુબે છે. જેને શાળાએ કોન્ટ્રાક્ટ હેઠળ કરાટે ટ્રેનર તરીકે નિમણૂક કરી હતી.

19 વર્ષીય કરાટે ટ્રેનર આર્ય દુબે પાસે ધોરણ-5ની વિદ્યાર્થીનીઓ કરાટેની તાલીમ લેવા આવતી હતી. દરમ્યાન આ ટ્રેનર પોતાના મોબાઈલમાંથી વિદ્યાર્થીનીઓને ન્યુડ વીડિયો બતાવતો હતો. વિદ્યાર્થીનીઓ આ જોઈ ડઘાઈ ગઈ હતી. અને એક વિદ્યાર્થીનીએ ઘરે માતા-પિતાને સમગ્ર બાબતની જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. આ મામલાની જાણ થતા વાલીઓ રોષે ભરાયા હતા. શુક્રવારે મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતા.

વાલીઓએ ટ્રેનર વિરુદ્ધ આ મામલે પોલીસ ફરિયાદ અને કાર્યવાહીની માંગ કરી હતી. વાલીઓનો આરોપ છે કરાટે ટ્રેનર વીડિયોમાં બીભત્સ ફોટા બતાવી બાળકોના કુમળા માનસને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓ દ્વારા શિક્ષણ નિરીક્ષકને શાળાએ મોકલી સમગ્ર મામલાની તપાસ કરાઈ. કરાટે ટ્રેનર દોષિત હોવાનું સામે આવતા શાળા મેનેજમેન્ટ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :