Not Set/ #કરતારપુર કોરિડોર: 5000 લોકોને દૈનિક વિઝા સહિતની 80% માંગણી પર પાક રાજી

ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ મામલે શાંતિવાર્તામાં છેલ્લા લાંબા સમયથી જોવામા આવી રહેલા ભારે ઉતાર ચડાવ અને રાષ્ટ્રીય – આંતર રાષ્ટ્રીય કુટનૈતિક કાવાદા વચ્ચે આજે ભારત અને પાકિસ્તાનનાં પ્રતિનીધીઓ દ્વારા શીખોનાં ધર્મગુરૂ, ગુરૂ નાનક દેવજી સાહેબનાં મહત્વનાં પવિત્ર ઘાર્મિક સ્થળ કરતાપુર સાહેબ મામલે વાધા-અટારી બોર્ડ પર જ બેઠક યોજવામા આવી હતી. બેઠકમાં ભારતે તેની માંગણીને […]

Top Stories India
kartarpur corridor4 #કરતારપુર કોરિડોર: 5000 લોકોને દૈનિક વિઝા સહિતની 80% માંગણી પર પાક રાજી

ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ મામલે શાંતિવાર્તામાં છેલ્લા લાંબા સમયથી જોવામા આવી રહેલા ભારે ઉતાર ચડાવ અને રાષ્ટ્રીય – આંતર રાષ્ટ્રીય કુટનૈતિક કાવાદા વચ્ચે આજે ભારત અને પાકિસ્તાનનાં પ્રતિનીધીઓ દ્વારા શીખોનાં ધર્મગુરૂ, ગુરૂ નાનક દેવજી સાહેબનાં મહત્વનાં પવિત્ર ઘાર્મિક સ્થળ કરતાપુર સાહેબ મામલે વાધા-અટારી બોર્ડ પર જ બેઠક યોજવામા આવી હતી.

બેઠકમાં ભારતે તેની માંગણીને સ્પષ્ટ પણે સામે રાખી છે. રવી નદી પરના બ્રિજના બાંધકામ સહિત ભારતની ઘણી માગણીઓ પર પાકિસ્તાન સહમત છે. ભારતે પાકિસ્તાનને ટૂંક સમયમાં કોરિડોરનું કામ પૂરું કરવા કહ્યું છે. ભારત ઇચ્છે છે કે ગુરુ નાનક દેવજીની 550 મી જન્મજયંતિ સુધી કે પહેલા પહેલા કરતારપુર સાહેબ કોરિડોર ઉપયોગમાં લેઇ શકાય.

એનબીટી
પાકિસ્તાનના વિદેશી કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે, “બંને દેશ 80 ટકા વાતો પર સંમત છે.” બંને દેશો ડ્રાફ્ટ કરારોના અંતરગત વિઝા વગર ભારતીય શીખ ભક્તો પાકિસ્તાન જઈ શકે છે. 13 સભ્યોની પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા ફૈઝલએ જણાવ્યું હતું કે, કોરિડોર વાટાઘાટમાં હકારાત્મક પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું કે આગામી બેઠકમાં, બાકીના 20 ટકા મુદ્દાઓ પણ સમાપ્ત કરવામાં આવશે. તેમણે તે પણ જણવ્યું હતુ કે  ભારતીય શીખોને પ્રતિ દિવસ પ્રવેશ આપવાની સંખ્યા સામાન્ય દિવસોમાં 5,000 અથવા 8,000 હોઈ શકે છે. જ્યારે કોઇ તહેવાર કે ખાસ પ્રસંગોમાં 10000 પણ કરવામા આવે, તેવી ભારતની માંગણી પાકિસ્તાની સાશન દ્વારા સ્વિકારવામા આવી છે.
katarpur corridor1 #કરતારપુર કોરિડોર: 5000 લોકોને દૈનિક વિઝા સહિતની 80% માંગણી પર પાક રાજી
દ્વિપક્ષીય વાટાઘાટોનાં આ છે મહત્વનાં મુદ્દાઓ
5 હજાર યાત્રાળુઓની રોજિંદા પ્રવેશની વાત
katarpur corridor #કરતારપુર કોરિડોર: 5000 લોકોને દૈનિક વિઝા સહિતની 80% માંગણી પર પાક રાજી
સંવાદમાં, ભારતે પાકિસ્તાન પાસે માંગ કરી છે કે તેને દરરોજ 5 હજાર ભક્તોની મુલાકાત લેવાની પરવાનગી આપવામાં આવે. અને ખાસ સમયે કે ખાસ પ્રસંગોએ આ સંખ્યામાં 10 હજાર સુધી વધારો કરવામાં આવે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન તેવા ભારતીય મૂળના લોકોને આ સુવિધા આસાન પ્રક્રિયા સાથે પ્રદાન કરે જેમની પાસે OCI કાર્ડ છે. (ભારતીય ઓવરસીઝ નાગરિકતા)
રવિ નદી પર બ્રિજ મામાલે કરવામા આવી આ માંગ 
katarpur corridor2 #કરતારપુર કોરિડોર: 5000 લોકોને દૈનિક વિઝા સહિતની 80% માંગણી પર પાક રાજી
પાકિસ્તાન સાથેની વાટાઘાટોમાં ભારતે પાકિસ્તાનથી તેની બાજુએ આવેલા નદીનાં પુલ વિશેની માહિતી શેર કરી. આ સાથે, પાકિસ્તાનને કહેવામાં આવ્યું કે તેઓએ રવિ નદી પર પણ એક પુલ બનાવો જઇએ. ભારતે આ પાછળનું કારણ પણ આપ્યું ખરેખર, ભારતને ડર છે કે પાકિસ્તાનમાં જો આવો પુલ બનાવવામાં ન આવે તો ડેરા બાબા નાનક અને પંજાબના અનેક બીજા આજુબાજુના શકે તેટલી જલ્દી બનાવી દેવામા આવે. ભારતની આ માગ પાકિસ્તાને મંજૂર રાખી છે.
પોતાની અવચંડાઇથી બાજ ન આવ્યું પાકિસ્તાન
પાકિસ્તાન દ્વારા કરતારપુર કોરીડોર કમિટીમાં એક ખાલિસ્તાની સમર્થને સ્થાન આપવામા આવ્યું હતું. ભારત દ્વારા ભરે વિરોધ કરવામા આવ્યું ત્યારે પાકિસ્તાને તેને કમિટીમાંતી દુર કર્યો. પરંતુ અવળચંડાઇ માટે જાણીતા પાકિસ્તાને ફરી કમિટીમાં અલગ ખાલિસ્તાની સમર્થકને સ્થાન અપી પોતાની અવચંડાઇની છાપ બરકરાર રાખી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.