Bollywood/ કરીના કપૂરે બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં ધમાલ મચાવી, જુઓ તસવીરો

કરીનાના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, કરીના તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જોઈ રહી છે, જે એકેડેમી એવોર્ડ વિજેતા ‘ફોરેસ્ટ ગમ્પ’નું સત્તાવાર હિન્દી રૂપાંતરણ છે

Entertainment
Untitled 100 5 કરીના કપૂરે બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની બર્થડે પાર્ટીમાં ધમાલ મચાવી, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે અમૃતા અરોરાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કરીના અને અમૃતા લાંબા સમયથી મિત્રો છે. તેઓ હંમેશા સાથે જોવા મળે છે.

જન્મદિવસની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર અમૃતાની તસવીર શેર કરતા મલાઈકાએ લખ્યું- મારી બહેનને જન્મદિવસની શુભેચ્છા. કરિશ્માએ અભિનંદન આપતાં લખ્યું- મારા ડાર્નિંગને જન્મદિવસની શુભેચ્છા. કરીનાએ લખ્યું- મારા BBFને જન્મદિવસની શુભેચ્છા. આ અવસર પર બધા મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Instagram will load in the frontend.

પાર્ટીમાં  ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી  , કારણ કે તે તાજેતરમાં કોરોનામાંથી સ્વસ્થ થઈ છે. જેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

પાર્ટીમાં દરેક લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા. કરિશ્મા કપૂર બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. વીડિયોમાં તે કેકનો ફોટો ક્લિક કરતી જોવા મળી હતી. તેણે ફોટો માટે શાનદાર પોઝ આપ્યા હતા.

કરીનાના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો,  કરીના તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જોઈ રહી છે, જે એકેડેમી એવોર્ડ વિજેતા ‘ફોરેસ્ટ ગમ્પ’નું સત્તાવાર હિન્દી રૂપાંતરણ છે. હિન્દી વર્ઝનમાં આમિર ખાન લીડ રોલમાં છે. બંને લાંબા સમય પછી સ્ક્રીન પર પાછા ફર્યા છે, તેઓ છેલ્લે રાજકુમાર હિરાનીની 3 ઈડિયટ્સમાં જોવા મળ્યા હતા.