Bollywood/ કરીના કપૂરે જહાંગીર સાથે શેર કર્યો ફોટો, પતિ સૈફ સાથે વેકેશન માણી રહી છે એક્ટ્રેસ

કરીના કપૂર તેના બે પુત્રો અને પતિ સૈફ અલી ખાન સાથે માલદીવ વેકેશન પર છે. તે દરરોજ પોતાની સેલ્ફી ચાહકો સાથે શેર કરી રહી છે. તેણે ઘણા ફોટા શેર..

Entertainment
કરીના

કરીના કપૂર તેના બે પુત્રો અને પતિ સૈફ અલી ખાન સાથે માલદીવ વેકેશન પર છે. તે દરરોજ પોતાની સેલ્ફી ચાહકો સાથે શેર કરી રહી છે. તેણે ઘણા ફોટા શેર કર્યા પણ તેની લેટેસ્ટ તસવીર અત્યાર સુધીની બેસ્ટ છે. આ ફોટામાં તેનો દીકરો કરીના સાથે જોવા મળી રહ્યો છે. કરીના સૈફના 51 મા જન્મદિવસે માલદીવ ગઈ હતી. આ તેમના પુત્ર જેહની પ્રથમ આઉંટિંગ છે.

આ પણ વાંચો :CISF ઓફિસરે સલમાન ખાનને ગેટ પર રોક્યા, ડ્યુટી કરી રહેલા જવાનના મુરીદ થયા નેટીજન્સ

આ તસવીરમાં કરીના બીચ પર છે અને પુત્ર જહાંગીર તેના ખોળામાં સૂઈ રહ્યો છે. કરીનાએ કેપ્શન આપ્યું છે, લાઇટ, કેમેરા, નેપટાઇમ. આ પહેલા કરીનાએ બિકીનીમાં ઘણી તસવીરો પોસ્ટ કરી છે. કરીના અને સૈફના નાના દીકરા જેહનો જન્મ ફેબ્રુઆરીમાં થયો હતો. બેબોએ લાંબા સમય સુધી મીડિયાથી બાળકનું નામ અને ચહેરો છુપાવ્યો હતો. તેમના પુસ્તક પ્રેગ્નેન્સી બાઇબલના વિમોચન બાદ તૈમુરના નાના ભાઈનું નામ અને તસવીરો મીડિયામાં આવી. અહેવાલો અનુસાર, કરીનાના પુસ્તકમાં બાળકનું નામ અને તસવીરો છે.

kareena kapoor shares son jeh new photo wrote lights camera nap time

આ પણ વાંચો :ભૂમિ પેડનેકરે બ્રાઉન બિકીનીમાં શેર કર્યો ફોટો, ચાહકો રહી ગયા જોતા

સૈફના નાના દીકરા જેહનો લુક લોકોને તૈમુર જેવો લાગી રહ્યો છે. મોટી બહેન સારા અલી ખાને પણ તેની તસવીર શેર કરી છે. અહેવાલો અનુસાર, સારાએ પહેલી વખત જેહને મળવા વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, મેં તેની તરફ જોયું અને તે હસ્યો, મારું હૃદય તે જ સમયે પીગળી ગયું. કરીનાના મોટા તૈમુરના નામે ભારે હંગામો થયો હતો. નાના પુત્ર જહાંગીરનું નામ જાણ્યા બાદ પણ કેટલાક લોકોએ નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. જોકે, સૈફ અને કરીના તરફથી નામ સાથે સંબંધિત કોઈ સત્તાવાર ટિપ્પણી હજુ સુધી આવી નથી.

આ પણ વાંચો :ફિલ્મ રામાયણમાં રામ બનશે રણબીર કપૂર, શું મહેશ બાબુએ ઠુકરાવી ઓફર?

આ પણ વાંચો : તમામ હદો પાર કરી અને નવા અંદાજમાં સામે આવી TVઅભિનેત્રીઓ, હોટ ફોટોશૂટ જોઇને ચાહકો થયા દિવાના

આ પણ વાંચો : ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મ સંબધિત બદનક્ષી કેસમાં ભણસાલી અને આલિયાને રાહત