Loksabha Election 2024/ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારનો ઘટસ્ફોટ, રાજકીય વિરોધીઓ પર કરાઈ રહ્યો છે કાળો જાદુ

બેંગલુરુ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગુરુવારે રાજકીય વિરોધીઓ પર કાળો જાદુ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Top Stories India
Beginners guide to 2024 05 31T095310.642 કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારનો ઘટસ્ફોટ, રાજકીય વિરોધીઓ પર કરાઈ રહ્યો છે કાળો જાદુ

બેંગલુરુ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગુરુવારે રાજકીય વિરોધીઓ પર કાળો જાદુ કરવાનો આરોપ લગાવ્યો હતો. શિવકુમારે કહ્યું કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે કેરળમાં રાજરાજેશ્વરી મંદિર પાસે એકાંત સ્થળે અઘોરીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, મારી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ અને કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા માટે આ કર્મકાંડ કરવામાં આવી રહ્યું છે. આ વિધિને ‘રાજા કંટક’ અને ‘મરન મોહન સ્તંભન’ યજ્ઞ કહેવામાં આવે છે. શિવકુમારે કહ્યું કે ધાર્મિક વિધિમાં ભાગ લેનારાઓએ આ ઘટના વિશે માહિતી આપી છે.

શિવકુમારે આપી માહિતી
તેમણે કહ્યું કે અઘોરીઓ દ્વારા કાળા જાદુ માટે પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બીજેપી કે જેડીએસના નેતાઓ આ વિધિ કરી રહ્યા છે તો શિવકુમારે કહ્યું કે, હું જાણું છું કે આ વિધિ કોણ કરી રહ્યું છે. મને કોઈ સમસ્યા નથી. હું જે શક્તિ પર વિશ્વાસ કરું છું તે મારું રક્ષણ કરશે.

બેંગલુરુમાં 2 જૂને બેઠક થશે
જ્યારે આવી ધાર્મિક વિધિઓ કરતી વ્યક્તિઓના નામ જાહેર કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે શિવકુમારે કહ્યું કે મીડિયાએ નામો જાહેર કરવા દબાણ કરવાને બદલે તપાસ કરવી જોઈએ. શિવકુમારે કહ્યું કે 2 જૂને બેંગલુરુમાં ધારાસભ્યોની બેઠક થશે. તેમણે કહ્યું કે બેઠકમાં પાર્ટીની બાબતો અને એમએલસી ચૂંટણી પર ચર્ચા કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર, ચાર અધિકારીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં અગ્નિકાંડને પગલે ACB નું ઓપરેશન, પાંચ ઠેકાણે એસીબીના દરોડા