Not Set/ હમણાં નહિ, નિષ્પક્ષ સરકાર આવશે ત્યારે ભારત પાછો ફરીશ: ઝાકિર નાઈક

વિવાદિત ઇસ્લામિક પ્રચારક ડો. ઝાકિર નાઈકે પોતાની ધરપકડની ખબરને રદિયો આપતા કહ્યું કે હાલમાં ભારત પાછા ફરવાનો કોઈ પ્લાન નથી. જ્યાં સુધી નિષ્પક્ષ સુનાવણી નહિ થાય ત્યાં સુધી તેઓ ભારત નહિ આવે. આ ઉપરાંત નાઈકે કહ્યું કે જયારે મને લાગશે કે ભારતમાં નિષ્પક્ષ સરકાર છે તેઓ ત્યારે જ ભારત પાછા ફરશે. એનઆઈએના ડીજીએ જણાવ્યું કે […]

Top Stories India
zakir naik 7591 હમણાં નહિ, નિષ્પક્ષ સરકાર આવશે ત્યારે ભારત પાછો ફરીશ: ઝાકિર નાઈક

વિવાદિત ઇસ્લામિક પ્રચારક ડો. ઝાકિર નાઈકે પોતાની ધરપકડની ખબરને રદિયો આપતા કહ્યું કે હાલમાં ભારત પાછા ફરવાનો કોઈ પ્લાન નથી. જ્યાં સુધી નિષ્પક્ષ સુનાવણી નહિ થાય ત્યાં સુધી તેઓ ભારત નહિ આવે. આ ઉપરાંત નાઈકે કહ્યું કે જયારે મને લાગશે કે ભારતમાં નિષ્પક્ષ સરકાર છે તેઓ ત્યારે જ ભારત પાછા ફરશે.

Zakir Naik d e1530708201349 હમણાં નહિ, નિષ્પક્ષ સરકાર આવશે ત્યારે ભારત પાછો ફરીશ: ઝાકિર નાઈક

એનઆઈએના ડીજીએ જણાવ્યું કે ઝાકિર નાઈકની ભારત આવવાની ખબર એકદમ નિરાધાર છે. જ્યાં સુધી પ્રત્યાર્પણની વાત છે તો પહેલા કહેવામાં આવ્યું હતું કે ભારત સરકારે આ સંબંધમાં જૂરૂરી પ્રક્રિયા શરુ કરી દીધી છે. પરંતુ આમાં હજુ કોઈ પ્રગતિ થઇ નથી.

મહત્વનું છે કે એનઆઈએ દ્વારા 18 નવેમ્બર 2016 ના રોજ પોતાની મુંબઈ શાખામાં નાઈક વિરુદ્ધ યુએપીએ કાનુન અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

zakir naik reuters fmt 1 e1530708260833 હમણાં નહિ, નિષ્પક્ષ સરકાર આવશે ત્યારે ભારત પાછો ફરીશ: ઝાકિર નાઈક

એનઆઈએ દ્વારા ઝાકિર નાઈક પર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો આરોપ લગાવ્યો હતો. આતંકી સંગઠન આઈએસઆઈએસમાં શામેલ થવા માટે દેશ છોડવા વાળા યુવકોએ પણ ભારતીય એજન્સીઓને જણાવ્યું કે તેઓ ઝાકિરના ભાષણથી પ્રભાવિત હતા. ઝાકિર નાઈકનું પીસ ટીવી ઘણા દેશોમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.