કર્ણાટક/ ઝોમેટો કેસમાં હવે વીડિયો બનાવનારી મહિલા સામે થઈ FIR

કર્ણાટકમાં ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોના ડિલિવરી બોય કામરાજ પર હુમલો કરવાના આરોપી મહિલા હિતેશા ચંદ્રાણી સામે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

India
A 170 ઝોમેટો કેસમાં હવે વીડિયો બનાવનારી મહિલા સામે થઈ FIR

કર્ણાટકમાં ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોના ડિલિવરી બોય કામરાજ પર હુમલો કરવાના આરોપી મહિલા હિતેશા ચંદ્રાણી સામે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર બેંગ્લોરના ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશનમાં ડિલિવરી બોય કામરાજની ફરિયાદ પર નોંધવામાં આવી છે. એફઆઇઆરમાં આઈપીસીની કલમ 355 (હુમલો), 504 (અપમાન) અને 506 (ગુનાહિત ધાકધમકી) લગાવામાં આવી છે.

અગાઉ આ કેસમાં મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઝોમેટોના ડિલિવરી બોય કામરાજની ધરપકડ કરી હતી. ડિલિવરી બોય, જ્યારે આ મામલે પોતાનો ખુલાસો આપતો હતો, ત્યારે તેણે તેના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી દીધા છે. કામરાજે કહ્યું છે કે મહિલાએ પહેલા તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને ચંપલથી માર્યો. ડિલિવરી બોયએ કહ્યું કે હું તેના ઘરે પહોંચ્યો અને તેને તેનો ઓર્ડર આપ્યો અને પછી પેમેન્ટની રાહ જોવા લાગ્યો, કારણ કે તેણે કેશ ઓન ડિલિવરીનું પેમેન્ટ કરવાનું હતું.

કામરાજે જણાવ્યું હતું કે અંતમાં પહોંચ્યા બાદ હિતેશાએ તેની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતુ. તેણે ભોજનના પૈસા પણ આપ્યા ન હતા અને તે પાછો જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે મારઝુડ કરી હતી. આ દરમિયાન ભૂલથી તેણે તેના નાક પર વગાડ્યું હતુ. તેની રિંગના કારણે ઈજા થવાને લીધે તેના નાકમાંથી લોહી નીકળ્યું હતું. હિતેશાએ સોશિયલ મીડિયા પર ડિલિવરી બોય પર તેના નાકના ઘા બતાવતા પગલા લેવાની માંગ કરી હતી, ત્યારબાદ પોલીસે કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.