RR vs PBKS/ કાર્તિક ત્યાગીએ અંતિમ ઓવરમાં કરી બતાવ્યો કમાલ, જુઓ આ નિર્ણાયક ઓવર

ક્રિકેટ એક એવી રમત છે જેમા અંતિમ બોલ સુધી કહી શકાતુ નથી કે કોણ જીતશે. અનિશ્ચિતતાથી ભરપૂર હોવાના કારણે આ રમત ભારતીઓમાં લોકપ્રિય બની રહી છે.

Sports
11 121 કાર્તિક ત્યાગીએ અંતિમ ઓવરમાં કરી બતાવ્યો કમાલ, જુઓ આ નિર્ણાયક ઓવર

ક્રિકેટ એક એવી રમત છે જેમા અંતિમ બોલ સુધી કહી શકાતુ નથી કે કોણ જીતશે. અનિશ્ચિતતાથી ભરપૂર હોવાના કારણે આ રમત ભારતીઓમાં લોકપ્રિય બની રહી છે. દર્શકો મેચમાં રોમાંચને ખૂબ પસંદ કરતા હોય છે, આવો જ રોમાંચ તેમને રાજસ્થાન અને પંજાબની મેચમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – Cricket / મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામે મેળવી બે મોટી સિદ્ધિ, બનાવ્યા આ રેકોર્ડ

આપને જણાવી દઇએ કે, IPL 2021 નાં ​​બીજા તબક્કામાં મંગળવારે દુબઈમાં રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 2 રનથી હરાવ્યું હતું. કાર્તિક ત્યાગી પંજાબ કિંગ્સની જીતનો હીરો રહ્યો હતો. પંજાબ કિંગ્સને અંતિમ ઓવરમાં જીતવા માટે માત્ર ચાર રનની જરૂર હતી. પરંતુ ત્યાગીએ જબરદસ્ત બોલિંગ કરતી વખતે માત્ર 1 રન આપ્યો અને પૂરી મેચનું પરિણામ ફેરવી દીધુ હતુ. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે.

અંતિમ ઓવરનાં રોમાંચની વાત કરીએ તો પંજાબ કિંગ્સનો સ્કોર 2 વિકેટે 182 હતો અને નિકોલસ પૂરણ અને એડન માર્કરામ ક્રિઝ પર હતા. આ સમયે નિકોલસ પૂરણ 32 અને માર્કરામ 32 રને રમી રહ્યા હતા. ત્યાગીએ માર્કરામને પ્રથમ બોલ પર એક રન પણ લેવા દીધો ન હતો. માર્કરામે બીજા બોલ પર સિંગલ લીધો હતો. નિકોલસ ત્રીજા બોલ પર ત્યાગીની સામે હતો અને તેને જીતવા માટે 3 રનની જરૂર હતી. ત્યાગીએ અંતિમ ઓવરનાં ત્રીજા બોલ પર નિકોલસ પૂરણની વિકેટ લીધી હતી. જે બાદ મેચ વધુ રોમાંચિત બની હતી.

અહી જુઓ અંતિમ ઓવરનો રોમાંચ

Video : RR vs PBKS ની અંતિમ ઓવર

આ પણ વાંચો – RR vs PBKS / શરમજનક હાર બાદ કેએલ રાહુલે કહ્યુ- ખેલાડીઓ હજુ પણ ભૂતકાળની ભૂલોમાંથી શીખ્યા નથી

પંજાબ કિંગ્સને છેલ્લા 3 બોલમાં 3 રનની જરૂર હતી અને દીપક હુડા ત્યાગી સામે ઉભો હતો. ત્યાગીએ ચોથો બોલ હુડ્ડાની બોડીથી દૂર ફેંકી દીધો અને તે આ બોલમાં કોઈ રન બનાવી શક્યો નહીં. ત્યાગીએ દીપક હુડ્ડાને ખાતું ખોલાવ્યા વગર પાંચમા બોલ પર આઉટ કર્યો હતો. છેલ્લા બોલ પર પંજાબને જીત માટે ત્રણ રન બનાવવાના હતા. ત્યાગીએ અંતિમ ઓવરનાં અંતિમ બોલ પર ફાબિયન એલનને રન બનાવવા ન દીધો અને પોતાની ટીમને મેચ જીતાડી દીધી હતી. આ પહેલા રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 185 રન બનાવ્યા હતા. 186 રનનાં ટાર્ગેટનો પીછો કરતા પંજાબ કિંગ્સ 4 વિકેટનાં નુકસાન પર 182 રન  બનાવી શકી અને 2 રને હારી ગઇ હતી.