Not Set/ જયા બચ્ચને વિસ્થાપિતોના વળતરની કરી માંગ તો પ્રિયંકા ગાંધીએ પણ યોગી સરકારને ઘેરી

પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે યોગીજી, તમારી સરકારના વહીવટીતંત્રે બાંદામાં સેંકડો જીવતી ગાયોને દાટી દીધી છે. તમારી સરકારમાં ગૌશાળાઓમાં ગાયો ક્રૂરતા અને અમાનવીયતાનો ભોગ બને છે.

Top Stories India
દીવો 2 15 જયા બચ્ચને વિસ્થાપિતોના વળતરની કરી માંગ તો પ્રિયંકા ગાંધીએ પણ યોગી સરકારને ઘેરી

કાશી વિશ્વનાથ ધામનું ભવ્ય ઉદ્ઘાટન સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. પવિત્ર નગરી કાશીમાં નિર્માણ થયા બાદ વિપક્ષે અનેક સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. તો સપા નેતા જયા બચ્ચને કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણમાં વિસ્થાપિત થયેલી દુકાનો માટે વળતરની માંગ કરી છે. બીજી તરફ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીને અન્ય ધર્મોને મહત્વ આપવાની સલાહ આપી છે.

ફારુક અબ્દુલ્લાએ શું કહ્યું?

કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન બાદ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ (PM મોદી) ધર્મની સેવા કરી રહ્યા છે, તે સારી વાત છે પરંતુ તેમણે અન્ય ધર્મો પર પણ ધ્યાન આપવું જોઈએ, કારણ કે તેઓ માત્ર એક જાતિના વડાપ્રધાન નથી.  તે સમગ્ર દેશમાંથી છે અને ભારતમાં ઘણા ધર્મો છે.

જયા બચ્ચને ટ્વિટ કરીને વિસ્થાપિત દુકાનદારોનો અવાજ ઉઠાવ્યો હતો

બોલિવૂડ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ દરમિયાન વિસ્થાપિત થયેલા દુકાનદારોનો અવાજ ઉઠાવ્યો છે. જયા બચ્ચને ટ્વીટ કરીને કહ્યું કે યુપીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમને લાલ ટોપીનો એટલો દર લાગી રહ્યો છે કે, રિબિન પર રિબિન કાપી શિલાન્યાસ કરી રહ્યાં છે. કાશી વિશ્વનાથ મંદિરને સારી રીતે બનાવવા માટે, તમે ત્યાં જે નાની દુકાનો હતી તે દૂર કરી છે. શું તમે તેમને વળતર આપ્યું છે?

કોંગ્રેસના પ્રભારીઓએ યોગી સરકારને ઘેરી હતી

કોંગ્રેસના મહાસચિવ અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ યુપીની યોગી સરકારને ઘેરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે યોગીજી, તમારી સરકારના વહીવટીતંત્રે બાંદામાં સેંકડો જીવતી ગાયોને દાટી દીધી છે. તમારી સરકારમાં ગૌશાળાઓમાં ગાયો ક્રૂરતા અને અમાનવીયતાનો ભોગ બને છે. નરેન્દ્ર મોદીજી તમે આજે યુપીમાં છો. શું તમે ગૌશાળાઓની દુર્દશા પર યુપી સરકાર પાસે જવાબદારીની માંગ કરશો?

 

Omicron / રાજ્યમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, કુલ કેસની સંખ્યા પહોંચી..

દાહોદ / દેવગઢબારિયામાં સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત

PM Modi in Kashi / કાશી ઉજવી રહ્યું છે શિવ દીપોત્સવ, ઘાટ શણગારાયા, દરેક ખૂણો ઝળહળી ઉઠ્યો, જુઓ તસવીરો