Not Set/ કાશ્મીર/ પૂર્વી આતંકવાદી કમાન્ડર એવા મૌલવીની મસ્જીદમાં જ કરવામાં આવી હત્યા

પૂર્વ આતંકવાદી કમાન્ડર અને જાણીતા મૌલવીની શ્રીનગરની એક મસ્જિદમાં હત્યા કરવામાં આવી હતી. તેની ઓળખ 80 વર્ષીય અબ્દુલ ગની ડાર ઉર્ફ અબ્દુલ્લા ગઝાલી તરીકે થઈ છે. તે અહલે હદીસ મૌલવી અગ્રણી હતો અને તે આતંકી સંગઠન તેહિક-ઉલ-મુજાહિદ્દીનના સ્થાપક સભ્યોમાંનો એક હતો. પોલીસે જણાવ્યું કે તેમના પર મસ્જિદની અંદર એક બેથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હતો […]

Top Stories India
jk કાશ્મીર/ પૂર્વી આતંકવાદી કમાન્ડર એવા મૌલવીની મસ્જીદમાં જ કરવામાં આવી હત્યા

પૂર્વ આતંકવાદી કમાન્ડર અને જાણીતા મૌલવીની શ્રીનગરની એક મસ્જિદમાં હત્યા કરવામાં આવી હતી. તેની ઓળખ 80 વર્ષીય અબ્દુલ ગની ડાર ઉર્ફ અબ્દુલ્લા ગઝાલી તરીકે થઈ છે. તે અહલે હદીસ મૌલવી અગ્રણી હતો અને તે આતંકી સંગઠન તેહિક-ઉલ-મુજાહિદ્દીનના સ્થાપક સભ્યોમાંનો એક હતો.

પોલીસે જણાવ્યું કે તેમના પર મસ્જિદની અંદર એક બેથડ પદાર્થ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તે સ્થળ પર જ મરી ગયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસ મસ્જિદની અંદર અને બહાર સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

શ્રીનગરના એસએસપી હસીબ મોગલે કહ્યું કે, આ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “અમે બધા પુરાવા એકઠા કરી રહ્યા છીએ.”

આપને જણાવી દઇએ કે, 80 વર્ષીય અબ્દુલ ગની ડાર, જામિયાત અહલે હદીસના વડા મૌલાના શૌકતની હત્યાનો સહ આરોપી હતો, જે હત્યા 2011 ના બ્લાસ્ટ દરમિયાન કરવામાં આવી હતી. આ કેસમાં તેને 2015 માં જામીન મળી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.