Not Set/ કાશ્મીર/ ખીણમાં શાંતીનાં પગલે સ્થગિત કરાયેલ મોબાઈલ ઇન્ટરનેટ 2જી સેવાઓ પૂર્વવત

જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકાર દ્વારા કલમ 370 અને 35A હટાવ્યા સમયે સાવચેતી અને સલામતીનાં ભાગ રુપે અનેક પગલા લેવામાં આવ્યા હતા, કાશ્મીરનાં તમામ દિગ્ગજ નેતાઓને નજર કેદ રાખવા, પ્રાંતમાં દંગાને જોર આપતા સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટને પ્રતિબંઘીત કરવા જેવા અનેક નાના મોટા પગલા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટના રોજ કેન્દ્ર દ્વારા દેશના ઇતિહાસમાં […]

Top Stories India
kashmir કાશ્મીર/ ખીણમાં શાંતીનાં પગલે સ્થગિત કરાયેલ મોબાઈલ ઇન્ટરનેટ 2જી સેવાઓ પૂર્વવત

જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકાર દ્વારા કલમ 370 અને 35A હટાવ્યા સમયે સાવચેતી અને સલામતીનાં ભાગ રુપે અનેક પગલા લેવામાં આવ્યા હતા, કાશ્મીરનાં તમામ દિગ્ગજ નેતાઓને નજર કેદ રાખવા, પ્રાંતમાં દંગાને જોર આપતા સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટને પ્રતિબંઘીત કરવા જેવા અનેક નાના મોટા પગલા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા.

5 ઓગસ્ટના રોજ કેન્દ્ર દ્વારા દેશના ઇતિહાસમાં પહેલીવાર કાશ્મીર મામલે મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જો કે કાશ્મીરમાં આ નિર્ણય બાદ કોઇ મોટી ઉથલ પાથલ જોવામાં આવી નથી. અને હાલ કાશ્મીરનું જનજીવન થાડે પડતુ જણાઇ રહ્યું છે અમુક નેતાને બાદ કરતા તમામ નજરકેદ નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. અને ઇન્ટરનેટની સેવા પણ પૂર્વવત કરવામાં આવી છે. શાળા કોલેજો અને લોકો પોત પોતાનાં વ્યવસાયમાં વ્યસ્ત થઇ રહ્યા છે.

જો કે, પડોશી દેશ અને કાશ્મીર ખીણમાં આતંકીઓની હલચાલને ધ્યાનમાં રાખી તેમજ જમ્મુ કાશ્મીર લિબરેશન મોરચાના સ્થાપક મકબૂલ ભટની પુણ્યતિથિ નિમિત્તે સાવચેતીના પગલા તરીકે આજે સવારે આ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જે ફરી પૂર્વવત કરી દેવામાં આવી હતી.