Recipe/ ગળાશ-ખટાશથી ભરપૂર અને તબિયત ખૂશ કરતી વાનગી ‘કાઠીયાવાડી ઓસામણ’

આ ઓસામણ સુપ ની જેમ પીવાય છે અને ભાત સાથે પણ ખવાય છે.

Food Lifestyle

ગળપણ ખટાશથી ભરપૂર ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને સાજા અને તબિયતથી નાજુક એવા દરેક લોકોને ફાવતી અને ભાવતી વાનગી એટલે કાઠીયાવાડી ઓસામણ..
– આમ તો કાઠિયાવાડની દરેક આઇટમમાં સ્ટ્રોંગ વઘાર અને ગળપણ ખટાશનો ટેસ્ટ હોય છે એટલે આ ઓસામણ કાઠીયાવાડી ટેસ્ટનું છે. આ ઓસામણ સુપ ની જેમ પીવાય છે અને ભાત સાથે પણ ખવાય છે.

કાઠીયાવાડી ઓસામણ
તુવેરની દાલ માંથી બનતું ઓસામણ મગના સુપ ની જેમ બને છે. જે દાળમાંથી બનતો સુપ છે. આ ઓસામણ માં ગળપણ અને ખટાશ સમતલ પ્રમાણમાં હોય છે. આ ઓસામણ કોઈપણ તબિયત થી બીમાર હોય તેને સારી રીતે પચી શકે છે. અને તે પી શકે છે. આ ટેસ્ટી એક ગરમ પીણું છે.

Osaman: Instant Pot Indian Lentil Broth - Indiaphile

કાઠીયાવાડી ઓસામણ બનાવવા માટેની સામગ્રી:-
*1 કપ તુવેરની દાળ
* 5 ગ્લાસ પાણી
* મરચું, મીઠું ,હળદર, ધાણાજીરૂ, શેકેલું જીરું
* ગોળ અને કોકમ જરૂર મુજબ
* 3 ચમચી ઘી
*રાય, જીરુ, હિંગ ,એક લવિંગ, એક તજનો ટુકડો, 1 લીલુ મરચું ,ચારથી પાંચ કડી પત્તા, તથા કોથમીર, લીંબુ.
* 1 ટામેટું બારીક સમારીને

કાઠીયાવાડી ઓસામણ બનાવવા માટેની રીત:-
* પહેલા તુવેરની દાળને બરાબર ત્રણ વાર ધોઈ લેવી .અને પછી કૂકરમાં બાફવા માટે મૂકવી. 5 સીટી કરી લઈ ગેસ બંધ કરી દેવો. અને કૂકર ઠંડુ થાય એટલે કૂકરને ખોલી આ દાળને ગ્રાઇન્ડ કરી લઈ તેમાં જરૂર મુજબ અથવા 4 ગ્લાસ પાણી ઉમેરવું.

વઘાર માટે: એક પેનમાં ઘી મૂકીને ,તેમાં રાઈ, જીરુ , તજ, લવિંગ ,એક લીલા મરચાની ચીરી, કડી પત્તા, એડ કરીને વઘાર થવા દેવો .વઘાર થાય એટલે તેમાં હિંગ એડ કરવી .
* પછી તરત જ તેમાં બારીક સમારેલું ટમેટું એડ કરવું અને સાંતળવું સાંતળાઈ જાય એટલે તેમાં ગ્રાઈન્ડ કરેલી દાળ પાણી સાથે એડ કરવી.
* પછી તેમાં પ્રમાણસર મીઠું એડ કરીને ગોળ અને કોકમ એડ કરવા. ગળપણ અને ખટાશ પોતાની પસંદગી પ્રમાણે એડ કરવી.
* આ ઓસામણ ને 8 થી 10 મિનિટ ઊકળવા દેવું પછી તેમાં કોથમીર ભભરાવવી. અને પછી ગેસ બંધ કરવો.

* છેલ્લે તેમાં લીંબુનો રસ એડ કરીને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર કોથમીર અને લીંબુ થી ગાર્નીશ કરી અને સર્વ કરવું.