Auto/ Kawasaki ની ઓફ રોડ બાઇક ભારતમાં લોન્ચ, ફિચર્સ ઉડાવી દેશે તમારા હોશ

Kawasaki, જાપાનની સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદકોમાંની એક છે. જેણે ભારતમાં તેની શક્તિશાળી મોટરસાઇકલ KLX450R 2022 લૉન્ચ કરી છે.

Tech & Auto
kawasaki KLX450R

Kawasaki, જાપાનની સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદકોમાંની એક છે. જેણે ભારતમાં તેની શક્તિશાળી મોટરસાઇકલ KLX450R 2022 લૉન્ચ કરી છે. કંપનીની આ નવી ડર્ટ મોટરસાઇકલ તેના ઓફ-રોડિંગ માટે વધુ સારો વિકલ્પ છે. આ ઉબડખાબડ અને ખરાબ રસ્તાઓ પર આરામદાયક સવારીનો અનુભવ પ્રદાન કરશે. જેઓ વધુ સારી ઓફ-રોડ રાઇડિંગને કારણે એડવેન્ચર ટ્રિપ્સનાં શોખીન છે, તેમના માટે આ મોટરસાઇકલ ટૂંક સમયમાં પસંદગી બની શકે છે. ભારતીય બજારમાં આ નવી મોટરસાઇકલ રોયલ એનફિલ્ડ અને હોન્ડાની ઓફ-રોડ મોટરસાઇકલ સાથે સ્પર્ધા કરશે.

kawasaki KLX450R

આ પણ વાંચો – Good News! / Customer ને આકર્ષવા Netflix એ માસિક પ્લાનમાં કર્યો મોટો ઘટાડો

આપને જણાવી દઇએ કે, Kawasaki India એ દેશમાં નવી 2022 KLX450R ડર્ટ બાઇક લોન્ચ કરી છે. નવી ઑફ-રોડ મોટરસાઇકલની કિંમત 8.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ કિંમતે, બાઇક તેના જુના મોડલ કરતા 50,000 મોંઘી બની જાય છે. નવી બાઇકની ડિલિવરી 2022નાં પહેલા મહિનામાં શરૂ થવાની ધારણા છે. નવી KLX450R ભારતમાં તેના જુના મોડલની જેમ જ CBU (સંપૂર્ણપણે બિલ્ટ યુનિટ) તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. Kawasaki KLX450R મોટરસાઇકલને નવા લાઇમ ગ્રીન કલર વિકલ્પ સાથે ડેકલ્સનાં નવા સેટ સાથે રજૂ કરવામાં આવી છે. કંપની દાવો કરે છે કે તેમણે પાવરટ્રેનમાં વધુ સારા લો-એન્ડ ટોર્ક માટે નાના અપડેટ્સ પણ કર્યા છે. નવા અપડેટમાં નવી સસ્પેન્શન સિસ્ટમનો સમાવેશ થાય છે. તે એક્સ્ટેંશન સાથે સ્લોપિંગ ફ્યૂલ ટેન્ક, ફ્લેટ પ્રકારની સીટ અને ઉચ્ચ માઉન્ટ થયેલ એક્ઝોસ્ટ મેળવે છે. બાઇકમાં ત્રિકોણાકાર હેડલાઇટ અને સ્પોક્ડ વ્હીલ્સ છે. તેમાં 8-લિટરની ફ્યૂલ ટાંકી છે અને તેનું વજન 126kg છે. આ બાઇકમાં રેનથલ એલ્યુમિનિયમ હેન્ડલબાર અને નાનો ડિજિટલ કન્સોલ પણ છે.

kawasaki KLX450R

આ નવી મોટરસાઇકલ ખરીદવા માટે કેટલો ખર્ચ થશે?

કાવાસાકીની આ નવી ઑફ-રોડ મોટરસાઇકલ ખરીદવા માટે ગ્રાહકોએ ભારે કિંમત ચૂકવવી પડશે. કંપનીએ આ મોટરસાઇકલને ભારતીય બજારમાં 8.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતમાં લૉન્ચ કરી છે.

11 2021 12 19T120917.722 Kawasaki ની ઓફ રોડ બાઇક ભારતમાં લોન્ચ, ફિચર્સ ઉડાવી દેશે તમારા હોશ

ડિલિવરી ક્યારે શરૂ થશે?

કંપનીએ આ નવી મોટરસાઇકલની ડિલિવરી અંગે કોઇ સસ્પેન્સ રાખ્યું નથી. માહિતી આપતા કંપનીએ કહ્યું છે કે, આ મોટરસાઇકલની ડિલિવરી નવા વર્ષનાં પહેલા મહિનાથી એટલે કે જાન્યુઆરીથી શરૂ થશે. આવી સ્થિતિમાં, ગ્રાહકોને આ મોટરસાઇકલને તેમના ઘરે લાવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં.

11 2021 12 19T121004.921 Kawasaki ની ઓફ રોડ બાઇક ભારતમાં લોન્ચ, ફિચર્સ ઉડાવી દેશે તમારા હોશ

ડિઝાઇન અને ફીચર્સ

આ નવી મોટરસાઈકલને સ્પોર્ટી Look આપવાની સાથે કંપનીએ તેને બ્રાઈટ લાઇમ ગ્રીન કલર આપ્યો છે. સાથે બ્લેક અને વ્હાઇટ ડિટેઇલિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ મોટરસાઇકલમાં LED હેડલાઇટ અને ટેલલાઇટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ઑફ-રોડ મોટરસાઇકલમાં આગળ અને પાછળની ડિસ્ક-બ્રેક, ડિજિટલ સ્પીડોમીટર, ટ્રિપમીટર અને ઓડોમીટર, પાસ સ્વીચ, ઘડિયાળ, ચેઇન રાઇડિંગ, કિક સ્ટાર્ટ સાથે સેલ્ફ સ્ટાર્ટ અને આ નવા ઑફ-રોડનાં અન્ય ઘણા સારા ફીચર્સ મળશે.

11 2021 12 19T121053.363 Kawasaki ની ઓફ રોડ બાઇક ભારતમાં લોન્ચ, ફિચર્સ ઉડાવી દેશે તમારા હોશ

એન્જિન અને ગિયરબોક્સ

કંપનીએ આ નવી મોટરસાઇકલમાં 449 cc સિંગલ સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કર્યો છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો આ બાઇકમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપલબ્ધ હશે. આ ઑફ-રોડ મોટરસાઇકલમાં 5-સ્પીડ ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.

11 2021 12 19T121150.720 Kawasaki ની ઓફ રોડ બાઇક ભારતમાં લોન્ચ, ફિચર્સ ઉડાવી દેશે તમારા હોશ

આપને જણાવી દઇએ કે, કાવાસાકીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક પર કામ શરૂ કરી દીધું છે. કંપનીએ 2019 માં EICMA મિલાન મોટરસાઇકલ શોમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું કોન્સેપ્ટ મોડલ રજૂ કર્યું હતું, ત્યારબાદ કાવાસાકીની કેટલીક ઇલેક્ટ્રિક બાઇકની પેટન્ટ પણ જાહેર કરવામાં આવી છે.