Not Set/ કઝાકિસ્તાનમાં પ્લેન એક મકાન સાથે અથડાયુ, 100 યાત્રીઓ હતા સવાર, 14 લોકોનાં મોત

કઝાકિસ્તાનમાં શુક્રવારે મોટો અકસ્માત થયો છે. અહીંનાં અલમાટી એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થઇ ગયુ છે. દુર્ઘટના સમયે તેમાં 100 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ટેક ઓફ કરતી વખતે દિવાલ સાથે અથડાઈ ગયુ હતુ, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન […]

Top Stories World
Kazakistan કઝાકિસ્તાનમાં પ્લેન એક મકાન સાથે અથડાયુ, 100 યાત્રીઓ હતા સવાર, 14 લોકોનાં મોત

કઝાકિસ્તાનમાં શુક્રવારે મોટો અકસ્માત થયો છે. અહીંનાં અલમાટી એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થઇ ગયુ છે. દુર્ઘટના સમયે તેમાં 100 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ટેક ઓફ કરતી વખતે દિવાલ સાથે અથડાઈ ગયુ હતુ, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાન બે માળની બિલ્ડિંગમાં અથડાઇને ક્રેશ થયું હતું.

તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત નિપજ્યા છે.

આ સમાચાર સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે. આ વિમાન બેક એર જેટનું હતું અને કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં ઘણા લોકો બચી ગયા છે. પરંતુ પ્રારંભિક આંકડામાં નવ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. સોશિયલ મીડિયા પર આવી રહેલી તસવીરોમાં જેટનો કાટમાળ એક મકાનમાં જોઇ શકાય છે.

સ્થાનિક સમય અનુસાર સવારે 7.22 વાગ્યે આ અકસ્માત થયો હતો. કઝાકિસ્તાન સરકારે વિમાન દુર્ઘટનાની તપાસનાં આદેશ આપી દીધા છે. કઝાકિસ્તાનની સિવિલ એવિએશન કમિટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વિમાન રાજધાની નૂર-સુલ્તાન તરફ જઇ રહ્યું હતું, અને ટેકઓફ દરમિયાન દુર્ઘટના થઇ હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.