કેરળ/ દારૂની માત્ર ગંધનો અર્થ એ નથી કે વ્યક્તિ નશામાં છે : હાઇકોર્ટ

કેરળ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે કોઈને પરેશાન કર્યા વિના ખાનગી જગ્યાએ દારૂ પીવો એ ગુનાની શ્રેણીમાં નથી આવતું.

Top Stories
દારૂની માત્ર ગંધનો અર્થ એ નથી કે વ્યક્તિ નશામાં છે : હાઇકોર્ટ

કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે દારૂની માત્ર ગંધનો અર્થ એ ન હોઈ શકે કે વ્યક્તિ નશામાં છે. આ અવલોકન સાથે, હાઈકોર્ટે સરકારી કર્મચારી સામેના કેસને ફગાવી દીધો. ન્યાયાધીશ સોફી થોમસે 38 વર્ષીય સલીમ કુમાર વિરુદ્ધ નોંધાયેલી FIR ને રદ કરતા કહ્યું કે કોઈને પણ પરેશાન કર્યા વિના ખાનગી જગ્યાએ દારૂ પીવો એ ગુનો નથી.

10 નવેમ્બરના રોજ જારી કરાયેલા તેના આદેશમાં, હાઈકોર્ટે કહ્યું હતું કે, “કોઈપણ પ્રકારનો ઉપદ્રવ કે કોઈને પરેશાન કર્યા વિના ખાનગી જગ્યાએ દારૂ પીવો એ કોઈ ગુનો નથી.”દારૂની માત્ર ગંધ ના આધારે તે નક્કી કરી શકાતું નથી કે વ્યક્તિએ દારૂનું સેવન કર્યું છે કે નશો કર્યો છે. આ FIR પોલીસે ગ્રામ્ય સહાયક સલીમ કુમાર વિરુદ્ધ વર્ષ 2013માં નોંધી હતી.

પોલીસે સલીમ કુમાર વિરુદ્ધ કેરળ પોલીસ એક્ટની કલમ 118(A) હેઠળ કેસ નોંધ્યો હતો. એક આરોપીને ઓળખવા માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો ત્યારે પોલીસે કહ્યું હતું કે તે દારૂના નશામાં હતો. તેની સામે સલીમ કુમારે કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે મને પોલીસ દ્વારા સાંજે સાત વાગ્યે એક આરોપીને ઓળખવા માટે બોલાવવામાં આવ્યો હતો.

કુમારે તેની અરજીમાં કહ્યું હતું કે આરોપી મારા માટે અજાણ્યો હતો, તેથી હું તેને ઓળખી શક્યો ન હતો અને તેના આધારે જ પોલીસે આ ગુના માટે મારી સામે કેસ નોંધ્યો હતો. કેરળ પોલીસની કલમ 118(A) જાહેર વ્યવસ્થાના ગંભીર ભંગ અથવા જોખમ માટે સજા સાથે કામ કરે છે. કોર્ટે કહ્યું કે કુમાર પોલીસ સ્ટેશન પહોંચ્યા કારણ કે પોલીસે તેને બોલાવ્યો હતો.

કોર્ટે કહ્યું કે કેરળ પોલીસ અધિનિયમની આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ નશામાં હોય અથવા કોઈ સાર્વજનિક સ્થળે ખલેલ પહોંચાડતો હોય અને પોતાની જાતને જાળવી રાખવામાં અસમર્થ હોય તો જ તેને સજા થઈ શકે છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે ઉપલબ્ધ રેકોર્ડ્સ એ બતાવતા નથી કે અરજદારને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો કે પછી તેનું બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

કોમ્યુનિટી કિચન / લોકોને ભૂખમરાથી બચાવવા એ સરકારની ફરજ છે : SCની કડક સૂચના

ડ્રગ્સ કેસ / સમીર વાનખેડે મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, 25 મિનિટ સુધી ચાલી હતી બેઠક

Viral Video / ભાવુક લોકોએ વિદાય વખતે વરસાવ્યા ફૂલ, અને પોલીસકર્મી રડી પડ્યો