Not Set/ Kesri Box Office Collection : કેસરીની ધમાલ 12માં દિવસે પણ યથાવત

દેશભક્તિના વિષય આધારિત ફિલ્મ કેસરીથી અક્ષય ફરી એક વાર દર્શકોને ખુશ કરવામાં સફળ રહ્યો છે. અને  બોક્સ ઓફિસ પર તેની ફિલ્મ કેસરી ઘણી સારી કમાણી કરી રહી છે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે કેસરી એ બીજા શુક્રવારે  4.45 કરોડ તથા શનિવારે  6.45 કરોડ અને રવિવારે  8.25 કરોડની કમાણી કરી હતી. અને ફિલ્મે ટોટલ 125.01 કરોડની મબલખ કમાણી કરી છે. […]

Uncategorized
kesri Kesri Box Office Collection : કેસરીની ધમાલ 12માં દિવસે પણ યથાવત

દેશભક્તિના વિષય આધારિત ફિલ્મ કેસરીથી અક્ષય ફરી એક વાર દર્શકોને ખુશ કરવામાં સફળ રહ્યો છે. અને  બોક્સ ઓફિસ પર તેની ફિલ્મ કેસરી ઘણી સારી કમાણી કરી રહી છે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે કેસરી એ બીજા શુક્રવારે  4.45 કરોડ તથા શનિવારે  6.45 કરોડ અને રવિવારે  8.25 કરોડની કમાણી કરી હતી. અને ફિલ્મે ટોટલ 125.01 કરોડની મબલખ કમાણી કરી છે.

આ વર્ષે સૌથી ઝડપથી સો કરોડની કમાણી કરનારી ફિલ્મ બનેલી કેસરીએ  ઘરેલુ બોક્સ ઓફિસ પર રીલીઝના આઠમાં દિવસે  5 કરોડ 85 લાખ રૂપિયાની કમાણી કરી હતી. કેસરીએ રીલીઝના દિવસે  21 કરોડ 6 લાખ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું.  અને ફિલ્મની અત્યાર સુધીની કમાણી 105 કરોડ 86 લાખ રૂપિયા છે. કેસરી સાતમાં દિવસે જ સૌથી ઝડપથી સો કરોડ કમાનારી ફિલ્મ બની હતી. ફિલ્મને હોળીના દિવસે રીલીઝ કરવામાં આવી હતી.  અને તેથી ફિલ્મને ચાર દિવસનો વીકએન્ડ મળ્યો હતો.

ત્રણ દિવસમાં જ 50 કરોડ કમાનારી  ફિલ્મ કેસરી ચોથા દિવસે 75 કરોડની કમાણી કરી હતી. અને સાતમાં દિવસે ફિલ્મે 100 કરોડની સપાટી વટાવી હતી.  અનુરાગ સિંહના નિર્દેશનમાં બેલી આ ફિલ્મ સૌથી મોટી ઓપનર બની છે.  કેસરીએ ભારતમાં 3600 અને ઓવરસીઝમાં 600 સ્ક્રીન પર આ બિઝનેસ કર્યો છે.

ફિલ્મ બેટલ ઓફ સારાગઢી પર આધારિત છે. જેમાં અક્ષય સાથે પરિણીતી ચોપરા પણ છે. ફિલ્મમાં 21 શીખ જવાનો 10,000 અફઘાનોને કેવી રીતે હરાવે છે તેની રસપ્રદ કથા છે.