Bollywood/ આજે થશે ફિલ્મ ‘KGF -2’ રિલીઝ ડેટની ઘોષણા, પ્રશાંત નીલે ટ્વીટ કરી આપી માહિતી

સંજય ‘કેજીએફ-2’માં અધીરાનો રોલ પ્લે કરશે. ફિલ્મને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે કન્નડ, તેલુગુ, હિન્દી, તમિળ અને મલયાલમ. હાલમાં જ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટ ‘કેજીએફ ચેપ્ટર 2’ના હિન્દી રાઈટ્સ 90 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

Entertainment
a 440 આજે થશે ફિલ્મ 'KGF -2' રિલીઝ ડેટની ઘોષણા, પ્રશાંત નીલે ટ્વીટ કરી આપી માહિતી

કન્નડ ફિલ્મ ‘કેજીએફ’નો બીજો પાર્ટ ‘કેજીએફ 2’ ફિલ્મ રિલીઝ થવાની રાહ દર્શક આતુરતાથી જોઈ રહ્યા છે. ‘કેજીએફ’ની જોરદાર સફળતા બાદ હવે ચાહકો આ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ‘કેજીએફ 2’ જોવા મળશે. તો હવે ચાહકોની આ આતુરતા પૂરી જવા જઈ રહી છે. કારણ કે કન્નડ અભિનેતા યશ અને સંજય દત્ત સ્ટારર ફિલ્મ ‘કેજીએફ 2’ કઈ તારીખે રિલીઝ થશે, તેની ઘોષણા આજે કરવામાં આવશે.

ફિલ્મ દિગ્દર્શક પ્રશાંત નીલે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટર શેરની ઘોષણા કરી છે કે આજે  સાંજે 6:30 ફિલ્મ રિલીઝની તારીખ જાહેર કરવામાં આવશે. દિગ્દર્શકે પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, ‘પ્રોમિસ આજે સાડા છ વાગ્યે પૂરા થશે’. જણાવી દઈએ કે ‘કેજીએફ’માં ફૅમસ કન્નડ એક્ટર યશે લીડ રોલ ભજવ્યો હતો. પરંતુ આ વખતે તેમની સાથે બૉલીવુડના ખલનાયક સંજય દત્ત અને બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન પણ નજર આવશે.

https://twitter.com/prashanth_neel/status/1355010279931711488?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1355010279931711488%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jagran.com%2Fentertainment%2Fbollywood-kgf-2-release-date-announce-today-know-when-will-yash-and-sanjay-dutt-starrer-movie-will-release-21317155.html

સંજય ‘કેજીએફ-2’માં અધીરાનો રોલ પ્લે કરશે. ફિલ્મને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે કન્નડ, તેલુગુ, હિન્દી, તમિળ અને મલયાલમ. હાલમાં જ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટ ‘કેજીએફ ચેપ્ટર 2’ના હિન્દી રાઈટ્સ 90 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

આપને જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. તાજેતરમાં 7 જાન્યુઆરીએ યશના જન્મદિવસના એક દિવસ પહેલા જ યશના ફૅન્સને સરપ્રાઈઝ આપવા માટે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે ટીઝરને પહેલા 8 જાન્યુઆરીએ એટલે યશના જન્મદિવસ પર રિલીઝ કરવાનું હતું. ‘કેજીએફ 2’ના ટીઝરે જબરદસ્ત રેકૉર્ડ તોડ્યો હતો. ફક્ત 24 કલાકમાં 100 મિલિયનથી વધારે વ્યૂઝ મેળવીને ટીઝર અત્યાર સુધી સૌથી વધારે જોવાયેલ ટીઝર બની ગયું હતું. ‘કેજીએફ 2’નું નિર્માણ વિજય કિરગંદૂર દ્વારા કરાવામાં આવ્યું છે અને પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે, જેને એક્સલ એન્ટરટેનમેન્ટ, હોમ્બેલ ફિલ્મ્સ અને એએ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો