High Court/ ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે ની અમદાવાદ કોર્પોરેશનને ટકોર

૬ ઓગસ્ટ એ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ ફાટી નીકળ્યા બાદ જે હોનારત સર્જાઈ હતી. તેવી હોનારત ફરી અમદાવાદમાં ન બને તે માટે ગુજરાત હાઇકોર્ટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ટકોરની સાથે આદેશ કર્યો હતો. અમદાવાદના ૧૫૧ જેટલા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે મૂલ્યાંકન કરીને જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટિના સાધનોનો અભાવ હોય તેવા હોસ્પિટલની સામે કાર્યવાહી […]

Ahmedabad Gujarat
Untitled 60 ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટે ની અમદાવાદ કોર્પોરેશનને ટકોર

૬ ઓગસ્ટ એ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ ફાટી નીકળ્યા બાદ જે હોનારત સર્જાઈ હતી. તેવી હોનારત ફરી અમદાવાદમાં ન બને તે માટે ગુજરાત હાઇકોર્ટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ટકોરની સાથે આદેશ કર્યો હતો. અમદાવાદના ૧૫૧ જેટલા હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે મૂલ્યાંકન કરીને જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટિના સાધનોનો અભાવ હોય તેવા હોસ્પિટલની સામે કાર્યવાહી કરવા અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન ને હાઇકોર્ટે આદેશ કર્યો છે.

હાઇકોર્ટ ના આદેશ પ્રમાણે , જે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ના  સાધનો ન હોય તો તેવા હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ ન કરવા દેવાનો હુકમ આપ્યો છે. અને આ માટે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને ૨૪મી ફેબુઆરી સુધીનો અલ્ટિમેટમ પણ આપ્યો છે કે તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટી ના સાધનો ન હોય તેવા હોસ્પિટલની સામે a.m.c નોટિસ કાઢીને કાર્યવાહી કરે નોંધનીય છે કે 6 ઑગસ્ટ, 2020ના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…