Recipe/ શિયાળામાં ખજૂર પાક ખાશો તો નહીં પડે લોહીની ઉણપ

નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે. ખાસ તો સ્વાદના શોખીનો માટે શિયાળો આવે એટલે મજા પડી જાય છે

Food Lifestyle
a 293 શિયાળામાં ખજૂર પાક ખાશો તો નહીં પડે લોહીની ઉણપ

શિયાળો આવે એટલે શરીરની કાળજી રાખવી જરૂરી બની જાય છે. એના માટે લોકો અલગ અલગ જાતના પાકમ, વસાણા અને અન્ય વસ્તુઓ બનાવીને તેનું સેવન કરે છે, નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે. ખાસ તો સ્વાદના શોખીનો માટે શિયાળો આવે એટલે મજા પડી જાય છે સાથે સાથે તેમનું શરીર ઠંડીથી સુરક્ષિત રહે અને તેનો બીમાર ન પડે. એટલા માટે આજે અમે તમારા માટે એવી જ એક વાનગીની રેસિપી  ખજૂર પાક  વિશે જણાવી રહ્યા છીએ, જેને શિયાળામાં ખાવામાં આવે છે. તો આવો જાણી લઈએ રેસિપી…

સામગ્રી

100  ગ્રામ ખજૂર
2  ચમચી ઘી
100  મીલી દૂધ
1  બાઉલ સૂકો મેવો (કાજૂ, બદામ, પિસ્તા)
વરખ – જરૂરિયાત મુજબ

બનાવવાની રીત 

ખજૂર પાક બનાવો એકદમ સરળ છે. એના માટે સૌથી પહેલા ખજૂરને સુધારીને એમાંથી બધા ઠળિયા કાઢી લો અને અંદરથી ખરાબ નથી એ ચેક કરી લો. કારણ કે ઘણી વાર એમાં નાની જીવાત પડેલી જોવા મળે છે.હવે એક મિક્સર મા થોડું દૂધ ઉમેરીને મીકસરમાં ક્રશ કરી લો.
હવે એક નોનસ્ટિક કડાઈ લો તેમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીને સાંતળવુ.
આ પછી તમે તેમા સૂકો મેવો પણ ઉમેરી શકો છો. હવે તે ઘટ્ટ થાય પછી તેમાં ઘી ઉમેરીને ઠારી દેવું.

Buy KhajurPak from Sweetzeria (Mumbai) | Dilocious.com

તે થોડું ઠંડુ પડે એટલે તેના પર વરખ લગાવીને તેના પીસ કટ કરી લેવા. અને તેને કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી દો. તો તમે પણ આ સરળ રીતે ટેસ્ટી ખજૂર પાક બનાવો અને તેને ખાઈને હેલ્ધી રહો.

Eat Right India

આ પણ વાંચો- શરદી ઉધરસથી બચાવશે આ ‘લીલી હળદરના લાડુ’

આ પણ વાંચો- અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો

આ પણ વાંચો- શરીરમાં ગરમાવો આપતી ગુંદર-ગંઠોડાની રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ 

આ પણ વાંચો-  આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…