હરકત/ હિમાચલ પ્રદેશ વિધાનસભાની બહાર મળી આવ્યા ખાલિસ્તાની ઝંડા,આ મામલે પોલીસે જાણો શું કહ્યું..

હિમાચલ પ્રદેશ વિધાનસભાની બહાર ખાલિસ્તાની ઝંડા જોવા મળ્યા હતા. આ ધ્વજ વિધાનસભાની દિવાલ અને મુખ્ય દ્વાર સાથે બાંધેલા જોવા મળ્યા હતા

Top Stories India
4 8 હિમાચલ પ્રદેશ વિધાનસભાની બહાર મળી આવ્યા ખાલિસ્તાની ઝંડા,આ મામલે પોલીસે જાણો શું કહ્યું..

રવિવારે સવારે ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ વિધાનસભાની બહાર ખાલિસ્તાની ઝંડા જોવા મળ્યા હતા. આ ધ્વજ વિધાનસભાની દિવાલ અને મુખ્ય દ્વાર સાથે બાંધેલા જોવા મળ્યા હતા. આ અંગે પોલીસનું કહેવું છે કે આ ઘટના મોડી રાત્રે અથવા રવિવારે સવારે બની હોવી જોઈએ. કાંગડાના એસપી કુશલ શર્માએ કહ્યું કે અમે વિધાનસભાના ગેટ પરથી ખાલિસ્તાની ઝંડા હટાવી લેવામાં આવ્યા છે. પંજાબના કેટલાક પ્રવાસીઓનું આ કૃત્ય હોઈ શકે છે. અમે આજે જ આ અંગે કેસ દાખલ કરીશું.

 

 

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મોર્નિંગ વોક પર નીકળેલા લોકોએ વિધાનસભાના ગેટ અને બાઉન્ડ્રી વોલ પર ખાલિસ્તાની ઝંડા જોયા. ઝંડાઓ પર પંજાબી ભાષામાં ખાલિસ્તાન લખવામાં આવ્યું હતું.હવે હિમાચલના કાંગડામાં ખાલિસ્તાનીઓના ઝંડા કેવી રીતે લગાવવામાં આવ્યા તે અંગે સુરક્ષા એજન્સીઓ પર સવાલો ઉઠી રહ્યા છે. એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે વિધાનસભા પરિસરમાં સીસીટીવી કેમેરા કેમ નથી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.