@નિકુંજ પટેલ
દિવાળીના દિવસે 4.11.2023 ના રોજ બનેલા અપહરણના પ્રથમ બનાવમાં પોલીસે ભોગ બનનાર પાંચ વર્ષની બાળકીનું નિવેદન નોંધ્યું હતું. જેમાં બાળકીએ પોલીસને કહ્યું હતું કે કોઈ અંકલ તેને ઘરેથી બાઈક પર જંગલમાં લઈ ગયા હતા.બાદમાં તેમણે મારી સાથે ગંદુ કામ કર્યું હતું એટલુજ નહિ તેરે પાપા કો મત બોલના એમ પણ કહ્યું હતું. ત્યારબાદ આરોપી વિજય બાળકીને જંગલમાં જ છોડીને બાઈક લઈને ભાગી ગયો હતો. બાળકી અર્ધ બેભાન હાલતમાં પડી રહી હતી. થોડીવાર બાદ તે ભાનમાં આવતા તે ચાલતા ચાલતા મુખ્ય રોડ પર આવી હતી.
તે સમયે બાઈક પર આવેલા બે યુવકોએ તેને લેહીલુહાણ હાલતમાં જોઈને તેને નજીકની હોટેલ પર લઈ ગયા હતા. જ્યાં તેમણે બાળકીને પાણી પીવડાવ્યું હતું. ઉપરાંત બાળકી અજાણી હોવાથી તેની ઓળખ થાય તે માટે યુવકોએ મોબાઈલમાં બાળકીના ફોટા પણ લીધા હતા. હોટેલ પરથી બન્ને યુવકો બાળકીને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બાદમાં પોલીસે બાળકીનો તેના માતાપિતા સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની પર ચાંરથી પાંચ ઓપરેશન કરવા પડ્યા હતા. બાળકીનું આંતરડુ પણ બહાર આવી ગયું હતું. જે બાદમાં ઓપરેશન કરીને પરત યોગ્ય સાથે ગોઠવી દેવાયું હતું.
આ બનાવની તપાસ દરમિયાન બેસતા વર્ષને દિવસે જ બીજો બનાવ બન્યો હતો. પોલીસે વિજયની પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. દિવાળીને દિવસે કલોલ વિસ્તારમાં ગરબાના કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે. વિજય તે રાત્રે ગરબામાં ગયો હતો અને રાત્રે ત્યાં જ રોકાયો હતો. બીજે દિવસે તે બાઈક લઈને ખાત્રજ ચોકડી આવ્યો હતો. જ્યાં વે બ્રિજ પાસેના છાપરમાં આદિવાસી પરિવાર રહેતો હતો. દરમિયાન માતા પિતા પાસે ત્રણ વર્ષની બાળકી ઉંઘી રહી હતી ત્યારે વિજય ઉંઘમા જ બાળકીને ઉપાડી ગયો હતો.
અહીંથી તે બાળકીને ખાત્રજ ચોકડીથી મોટી ભોયણ તરફ અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. બાળકી રડવા લાગતા વિજય બાળકીનું માથુ પછાડતા તેના માથામાં ફ્રેકચર થયું હતું. ગંભીર ઈજાને પગલે આ બાળકીનું ઘટનાસ્થે જ મોત નીપજ્યું હતું. બાદમાં બાળકીને ત્યાં જ તરછોડીને વિજય બાઈક લઈને ભાગી ગયો હતો. પોલીસે બાળકીનો મૃતદેહ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે વિજયની ઝીણવટભરી પુછપરછ શરૂ કરી. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી. આ ત્રણેય બનાવો સમયે વિજય ઠાકોરની પત્ની ગર્ભવતી હતી. તે સિવાય વિજય મોબાઈલમાં પોર્નોગ્રાફી ફિલ્મો જોતો હતો. પોલીસે તેની પાસેનો મોબાઈલ કબજે કરીને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો હતો. જેમાં અસંખ્ય પોર્નોગ્રાફી પિલ્મો અને ફોટો મળ્યા હતા. વિજયની માનસિકતા કેવી હતી અને અગાઉ તેણે કેવા ગુના કર્યા હતા તે વાંચવા જુઓ આગામી એપિસોડ….
આ પણ વાંચો: માયાજાળ/ સાંતેજમાં દિવાળીને દિવસે જ બાળકી પર અમાનુષી દુષ્કર્મ
આ પણ વાંચો:પહેલા બનાવની તપાસ ચાલતી હતી ત્યાં બીજી એક બાળકી ગુમ થતા પોલીસ ચોંકી ઉઠી
આ પણ વાંચો:ખાત્રજમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બાઈકસવાર ઝડપાઈ ગયો
