Not Set/ અઢી વર્ષિય બાળકીની બળાત્કાર બાદ કરાઈ હત્યા, પિતરાઈ કાકાએ કૃત્ય કર્યું હોવાની ચર્ચા

દાહોદ, દાહોદના સિંગવડ તાલુકાના છાપરવડ ખાતે અઢી વર્ષિય બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાની ઘટના થી પંથકમાં ચકચાર મચી ગઈ છે. છાપરવડ નજીકના જંગલ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી બાલકીનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો  હતો. જેને કારણે બાળકી સાથે પહેલા દુષ્કર્મ આચરાયા બાદ તેની હત્યા કરાઈ હોવામી શંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, બાળકીના પિતરાઈ […]

Top Stories Gujarat
mantavya 231 અઢી વર્ષિય બાળકીની બળાત્કાર બાદ કરાઈ હત્યા, પિતરાઈ કાકાએ કૃત્ય કર્યું હોવાની ચર્ચા

દાહોદ,

દાહોદના સિંગવડ તાલુકાના છાપરવડ ખાતે અઢી વર્ષિય બાળકીની બળાત્કાર બાદ હત્યા કરાઈ હોવાની ઘટના થી પંથકમાં ચકચાર મચી ગઈ છે.

છાપરવડ નજીકના જંગલ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી બાલકીનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો  હતો. જેને કારણે બાળકી સાથે પહેલા દુષ્કર્મ આચરાયા બાદ તેની હત્યા કરાઈ હોવામી શંકા સેવાઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે, બાળકીના પિતરાઈ કાકા બાળકીને વેફર અપાવવાનું કહી ને તેને લઈ ગયા હતા અને કલાકો બાદ પણ પરત ન આવતા પરિવાર જનો દ્વારા બાલકી અને કાકાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

શોધખોળ દરમિયાન ખેતરમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે પોલીસે હાલ પિતરાઈ કાકાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.