માનવતા/ ગોધરાના કિન્નર સમાજે પાલક પુત્રી જાગૃતિના ધામધૂમથી કરાવ્યા લગ્ન, લાડલી દીકરીને વિદાય આપતા સર્જાયો અનોખો માહૌલ.!!

ગોધરાના કિન્નર સમાજ દ્વારા લાડકોડથી ઉછેરેલ આ માસૂમ દીકરીને ભણાવીને પગભર કર્યા બાદ તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.

Top Stories Gujarat
Kinnar Samaj of Godhra

Kinnar Samaj of Godhra:   કિન્નર સમાજના વર્ગને આપણી સામાજીક દરજ્જામાં સ્થાન આપવામાં સૌ કોઈ ભલે સંકોચ અનુભવતા હશે, પરંતુ માતાજીના અસીમ આર્શિવાદ ધરાવતા ગોધરાના કિન્નર સમાજ દ્વારા લાડકોડથી ઉછેરેલ આ માસૂમ દીકરીને ભણાવીને પગભર કર્યા બાદ તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.ગોધરાના કિન્નર સમાજ દ્વારા આયોજીત આજનો લગ્નપ્રસંગ હર્ષ નો તો હતો જ પરંતુ પાલક દીકરી જાગૃતિને હરખભેર સાસરીએ રવાના કરવાના આજના હર્ષના અશ્રુઓ સારતા લગ્ન વિધિમાં કિન્નર સમાજના ગુરૂજી સંગીતા દે અને રીન્કુ દે એ હિન્દૂ શાસ્ત્રોક્ત પ્રમાણેની આ વિધિમાં પાલક પુત્રીના માતા-પિતાની ભૂમિકાઓ અદા કરીને સમગ્ર લગ્ન પ્રસંગને યાદગાર બનાવતા હાજર સૌ કોઈ આનંદિત બની ગયા હતા.!!

ગોધરામાં રહેતા કિન્નર સમાજે (Kinnar Samaj of Godhra) એક દિકરીને ઉછેરીને લાલનપાલન કરીને મોટી થતા સામાજીક સેવાનુ અનોખુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. અને લગ્ન બાદ દિકરીને ભારે હૈયા સાથે વળાવી હતી. ગોધરાના કિન્નર સમાજના ગુરુજી સંગીતા દે અને અન્ય કિન્નરો એ જાગૃતિ નામની દિકરીને નાની થી મોટી કરી સાથે તેને ભણાવીને બ્યુટી પાર્લરનો કોર્ષ શીખડાવીને આત્મનિર્ભર બનાવી હતી. જાગૃતિ મોટી થતાં તેના હાથ પીળાં કરવા કીન્નર સમાજ દ્વારા વડોદરાના પાદરાના છાપરીયા ગામના યુવક સાથે તેના લગ્ન નક્કી કરાયા હતા.જાગૃતિના લગ્ન કંકોત્રીમાં કિન્નરોના નામ સાથે છાપીને લોકોને આમંત્રિત કરાયા હતા.લગ્ન ગુરૂવારે લુહાર સુથારની વાડીમાં યોજાયા હતા. જયાં અન્ય સમાજના લોકો મોંધીદાટ સાડી અને ધરેણાં પહેરીને લગ્નમાં આવે તેમ કીન્નરો તૈયાર થઇને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી યોજયા હતા.

લગ્ન મંડપમાં મા-બાપના બદલે કિન્નર સમાજના (Kinnar Samaj of Godhra) રીન્કુ દે અને સંગીતા દે બેસીને તમામ લગ્નની હિન્દુ રીતરીવાજ મુજબ લગ્ન કરાવ્યા હતા. નવવધુને કીન્નરો ખભે ઉચકીને લગ્રમંડપ સુધી લગ્ન ગીતો ગાતા લઇને આવ્યા હતા. કિન્નર સમાજના સંગીતા દે મા-બાપ બનીને દિકરીને કરીયાવરમાં તમામ ધરવખરીનો સામાન, દાગીના કપડાં સહીતની વસ્તુઓ આપી હતી નાની થી મોટી કરીને દીકરીના લગ્ન કરાવીને વિદાય વખતે કિન્નરો ભાવુક બનીને વિદાય આપી હતી સમાજ માટે દાખલારૂપ બનેલ ગોધરા કિન્નર સમાજે અગાઉ પણ નવવધુની માતાના લગ્ન પણ કીન્નરોએ જ કરાવ્યા હતા. આમ વર્ષો પહેલા માતાના લગ્ન બાદ તેમની દિકરીના લગ્ન પણ કિન્નરોએ કરાવીને સામાજીક સેવાનું અનોખું ઉદાહરણ પુરું પાડયુ હતુ

Ajab Gajab News/કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ કાપવામાં આવ્યું ચલણ