International Kite Festival 2024/ અમદાવાદમાં આજથી પતંગ મહોત્સવની શરૂઆત, 55 દેશોના 153 પતંગબાજો લેશે ભાગ

આ સાથે જ અમદાવાદમાં આજથી (7 જાન્યુઆરી)પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જે 7 થી લઇ ને 14 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat
પતંગ મહોત્સવ

ગુજરાતીઓનો ઊંધિયું જલેબી ખાવાનો અને મોજ મસ્તી કરવાનો તહેવાર ફરી નજીક છે. આ સાથે જ અમદાવાદમાં આજથી (7 જાન્યુઆરી)પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જે 7 થી લઇ ને 14 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે.

ઠેર ઠેર જગ્યાએથી આવશે પતંગરસિયાઓ 

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઠેર ઠેર જગ્યાએ થી આવીને લોકો તેનો આનંદ માણશે. આ મહોત્સવમાં ભાગ લેવા સ્પર્ધકો અલગ અલગ શહેરમાંથી આવીને જોડાશે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભૂજ, આણંદ, ભાવનગર, અમરેલી, દાહોદ, જામનગર, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, કલોલ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, થાનગઢ, સુરેન્દ્રનગર, ભરૂચના સ્પર્ધકો આવશે.

CM કરાવશે પતંગ મહોત્સવનો શુભારંભ

આ સાથે જ તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે. આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેવા જઈ  રહ્યા છે. એટલું જ નહિ 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ જોડાશે 

આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ પતંગ રસિયાઓ અમદાવાદ આવશે અને આ મહોત્સવમાં જોડાશે. જેમાં  ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવશે. અમદાવાદ સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્યાં અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ફૂડ સ્ટોલ રાખવામાં આવ્યું છે અને સાથે હસ્તકલાની વસ્તુઓ પણ તમને ત્યાં જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Valsad National English School/વલસાડ નેશનલ ઈંગ્લિશ સ્કૂલનો બનાવ, વાઈસ પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો

આ પણ વાંચો:ગુજરાત/સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી

આ પણ વાંચો:International Kite Festival 2024/ગુજરાતમાં યોજાશે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, દેશ-વિદેશના પતંગબાજો લેશે ભાગ