Not Set/ જો જો પતંગની મજા કોઇનાં માટે સજા ન બની જાય, વસ્ત્રાલમાં દોરીથી યુવક ઇજાગ્રસ્ત, ગળા પર આવ્યા 28 ટાંકા

અમદાવાદનાં વસ્ત્રાલમાં બની ઘટના બાઈક ચાલકને ગળામાં દોરી ફસાઈ યુવકના ગળા પર થઈને કાન પરથી આવી દોરી યુવકને ઈજા થતાં 28 ટાકાં આવ્યા ઉત્તરાયણના તહેવારમાં શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે […]

Top Stories Ahmedabad Gujarat
kite 2 જો જો પતંગની મજા કોઇનાં માટે સજા ન બની જાય, વસ્ત્રાલમાં દોરીથી યુવક ઇજાગ્રસ્ત, ગળા પર આવ્યા 28 ટાંકા
  • અમદાવાદનાં વસ્ત્રાલમાં બની ઘટના
  • બાઈક ચાલકને ગળામાં દોરી ફસાઈ
  • યુવકના ગળા પર થઈને કાન પરથી આવી દોરી
  • યુવકને ઈજા થતાં 28 ટાકાં આવ્યા

ઉત્તરાયણના તહેવારમાં શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે વાગવાના કારણે ગંભીર ઈજા પહોંચે છે અને ઘણીવાર તો મોત પણ થઈ જાય છે. જેથી ઉત્તરાયણના દિવસે બાઈક ચાલકોએ સાવચેતી રાખવી પડે છે.

આજે પણ અમદાવાદનાં વસ્ત્રાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં એક બાઈકચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને દોરી ગળાનાં ભાગે વાગતા નીચે પટકાયો હતો. જેને કારણે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની આંખ અને કાન પાસે 28 ટાંકા લેવા પડ્યા હતા. આપને જણાવી દઇએ કે, સવારથી રાજ્યમાં ગળામાં દોરી વાગવાના 6થી વધુ બનાવ બન્યાં છે. જેમા લોકોને નાની મોટી ઇજાઓ થવા પામી છે. ત્યારે જો જો પતંગની મજા કોઇનાં માટે સજા ન બની જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.