Crime/ જુહાપુરાના કે.કે અને બાબાએ તવાની લારીમાં કરી તોડફોડ,બંને વિરુદ્ધ ગુનો દાખલ

જુહાપુરામાં એક પછી એક ગેંગ સક્રિય થઇ રહી છે. અસામાજિક તત્વો છાકટા બનીને ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જ જુહાપુરાના ફતેહ વાળી મશીરા સોસાયટી પાસે તવક્કલ ચાઈનીઝ નામની તવાની લારી ધરાવતા આસિફ કુરેશીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે કે બાબા અને કે.કે નામના ઈસમો ગઈ કાલે મોડી સાંજે તેમના […]

Ahmedabad Gujarat
content image 23ee45cf 177a 44d4 900d f8bede991add જુહાપુરાના કે.કે અને બાબાએ તવાની લારીમાં કરી તોડફોડ,બંને વિરુદ્ધ ગુનો દાખલ

જુહાપુરામાં એક પછી એક ગેંગ સક્રિય થઇ રહી છે. અસામાજિક તત્વો છાકટા બનીને ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપી રહ્યા છે. તાજેતરમાં જ જુહાપુરાના ફતેહ વાળી મશીરા સોસાયટી પાસે તવક્કલ ચાઈનીઝ નામની તવાની લારી ધરાવતા આસિફ કુરેશીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે કે બાબા અને કે.કે નામના ઈસમો ગઈ કાલે મોડી સાંજે તેમના તવા ઉપર આવ્યા હતા. નજીવી બાબતે બંને ઈસમોએ આસિફભાઇને ભીબસ્ત ગાળો બોલીને માથકૂટ શરુ કરી હતી.

આસિફ ભાઈએ માથાકૂટ ન કરવાનું કહેતા બને ઈસમોએ પોતાની પાસે રહેલી છરી કાઢીને આસિફ ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમને ગડદાપાટુ માર માર્યા હતા. એટલું જ નહિ આસિફભાઇના તવાની લારીમાં તોડફોડ કરીને ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.

આસિફભાઇએ બાબા અને કે.કે નામના ઈસમોની સામે વેજલપુર પોલીસ મથકમાં તોડફોડ અને મારામારીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને બંને ઈસમોની શોધખોળ શરુ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો